Not Set/ સેટેલાઈટ દુષ્કર્મ મામલે ફરી એક નવો વળાંક, વૃષભ નિર્દોષ છે, ડમી એકાઉન્ટમાંથી મેસેજ થયા હતાં: પરિવાર

અમદાવાદ અમદાવાદમાં ચકચાર મચાવનાર સેટેલાઈટ દુષ્કર્મ મામલે રોજ નવા નવા વળાંકો આવતાં રહે છે. દુષ્કર્મ મામલે આરોપીને પરિવાર આજે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા. નારોલ ખાતે પત્રકાર પરિષદ યોજીને પરિવારે પોતાનો પક્ષ રજૂ કર્યો. વૃષભ મારુનો પરિવાર પત્રકાર પરિષદ યોજીને તેમની ઉપર લાગેલા આરોપોનો જવાબો આપ્યા. વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં […]

Ahmedabad Top Stories Gujarat Trending Videos
vadodara 7 સેટેલાઈટ દુષ્કર્મ મામલે ફરી એક નવો વળાંક, વૃષભ નિર્દોષ છે, ડમી એકાઉન્ટમાંથી મેસેજ થયા હતાં: પરિવાર

અમદાવાદ

અમદાવાદમાં ચકચાર મચાવનાર સેટેલાઈટ દુષ્કર્મ મામલે રોજ નવા નવા વળાંકો આવતાં રહે છે. દુષ્કર્મ મામલે આરોપીને પરિવાર આજે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા. નારોલ ખાતે પત્રકાર પરિષદ યોજીને પરિવારે પોતાનો પક્ષ રજૂ કર્યો. વૃષભ મારુનો પરિવાર પત્રકાર પરિષદ યોજીને તેમની ઉપર લાગેલા આરોપોનો જવાબો આપ્યા.

વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ દાવો કર્યો હતો કે આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. વૃષભ આ છોકરીને ઓળખતો પણ નથી. ઈંસ્ટાગ્રામમાં જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. હાલ તે અમારા સંપર્કમાં નથી.

 ગૌરવ ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થયો.

અમદાવાદના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં શનિવાર રાત્રીના મોટો વળાંક આવ્યો હતો. આ કેસનો મુખ્ય આરોપી એવો ભોગ બનનાર યુવતીનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ આ કેસમાં સહઆરોપી એવી યામિની નાયરને પોલીસે છોડી મૂકી હતી.

આ બહુચર્ચિત કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ છેલ્લા 50 કલાક કરતા વધુ સમયથી મુખ્ય આરોપીઓ એવા ગૌરવ દાલમિયા અને વૃષભ મારુની શોધખોળ કરી રહી હતી પરંતુ તેમને તેમાં સફળતા મળી ન હતી. આ દરમિયાનમાં આ કેસનો મુખ્ય આરોપી સામેથી આવીને હાજર થઇ જતા પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી.

JCP જે. કે. ભટ્ટ સામે પીડિતાએ કર્યા હતાં ગંભીર આરોપો.

ભોગ બનનાર પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટ સામે ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે. ભોગ બનનાર પીડિતાએ છેલ્લા 48 કલાકથી અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમના પ્રશ્નોના જે રીતે જવાબ આપ્યાં છે તે જણાવતાં મીડિયાની સમક્ષ રડી પડી હતી.

‘તેમણે મારી સામે ઘણાં ઉંચા અવાજમાં ઘણી ખરાબ રીતે વાત કરી છે. તેમણે અનેકવાર એકના એક સવાલો પૂછ્યાં હતાં. તેમણે મારી સાથે એક ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો હતો. તેમણે કાલે અનેકવાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને મને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. મારી આટલી બધી ઉલટ તપાસ થઇ રહી છે, જેમાં મને અનેકવાર નિવેદનો બદલવાનું કહેવામાં આવી રહ્યું છે તેના કારણે જ આજે મારે મીડિયા સામે આવવું પડ્યું છે.

જેસીપી જે. કે. ભટ્ટે એવું પણ કહ્યું કે, ‘રેપ શું છે તે અમે નક્કી કરીશું

પીડિતાએ મીડિયાને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જેસીપી જે. કે. ભટ્ટે મારી સાથે એક કે બે બખત નહીં પણ અનેકવાર ખરાબ રીતે વાત કરી છે. તેમણે મને એટલે સુધી કહી દીધું હતું કે જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો, તેને ‘રેપ’ ન કહેવાય. ‘રેપ’ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.

આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો: પીડિતા

જેસીપી જે. કે. ભટ્ટના દબાણને કારણે મને કાલે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો હતો એટલે આજે હું જીવતી છું. હું સાચી છું અને હું આ લડાઇ લડીને જ રહીશ. મારી એટલી માંગ છે કે આ કેસમાં ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટને હટાવવામાં આવે અને કોઇ નિષ્પક્ષ મહિલા ઓફિસરને આ કેસ સોંપવામાં આવે.

આ કેસમાંથી જેસીપી ભટ્ટને દૂર કરો: પીડીતાના પિતા

પીડિતાના પિતાએ પણ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમને સાચો ન્યાય મળે અને જે. કે. ભટ્ટ જેવા ઓફિસર આ કેસમાંથી બહાર નીકળી જાય તેવું અમે ઇચ્છીએ છીએ. આ કેસમાં મેજીસ્ટ્રેટ સામે અમારું નિવેદન લેવામાં આવે તેવી અમારી માગ છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે આવો કોઇ કેસ આવે તો  તેના પુરાવાની તપાસ 24 કલાકમાં મહિલા ઓફિસર દ્વારા થવી જોઇએ.’