Not Set/ બલિયાની મતદાતા બની બોલિવૂડ અભિનેત્રી સની લિયોની ………

ઉત્તર પ્રદેશના બલિયા માં હેરાન કરે એવી ઘટના સામે આવી છે. અહીં મતદાતા યાદી ને અપડેટ કરવા દરમિયાન ડેટા ઓપરેટરે બોલિવૂડ અભિનેત્રી સની લિયોની થી લઈને હાથી, કબૂતર અને હરણની તસવીરો લગાવી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ એડીએમ મનોજ કુમાર સિંઘલે જણાવ્યું કે ડેટા ઓપરેટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ […]

Top Stories India
sunny leone2 બલિયાની મતદાતા બની બોલિવૂડ અભિનેત્રી સની લિયોની .........

ઉત્તર પ્રદેશના બલિયા માં હેરાન કરે એવી ઘટના સામે આવી છે. અહીં મતદાતા યાદી ને અપડેટ કરવા દરમિયાન ડેટા ઓપરેટરે બોલિવૂડ અભિનેત્રી સની લિયોની થી લઈને હાથી, કબૂતર અને હરણની તસવીરો લગાવી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ એડીએમ મનોજ કુમાર સિંઘલે જણાવ્યું કે ડેટા ઓપરેટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે મતદાતા યાદી માં વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાતા યાદી માં મોટી ગડબડ સામે આવી છે. યાદીમાં ઘણા મતદાતાઓના નામ આગળ પશુ-પક્ષીઓના ફોટો લગાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહિ એક મહિલા આગળ બોલિવૂડ અભિનેત્રી સની લિયોની નો વાંધાજનક ફોટો લગાવવામાં આવ્યો છે. જાણકારી મળતા જ જિલ્લા ચૂંટણી કાર્યાલયમાં હડકંપ મચી ગયો છે.

WhatsApp Image 2018 08 25 at 11.20.42 e1535184165305 બલિયાની મતદાતા બની બોલિવૂડ અભિનેત્રી સની લિયોની .........

મીડિયામાં લીક થયેલા બે પન્નામા 51 વર્ષીય  મહિલાના નામ પર ફિલ્મ સ્ટાર સની લિયોની નો ફોટો દેખાઈ રહ્યો છે. જ્યારે 56 વર્ષના વૃદ્ધ શખ્સના નામની જગ્યાએ હાથીની તસ્વીર દેખાઈ રહી છે. બલિયા ના એડીએમ મનોજ કુમાર સિંઘલે કહ્યું કે આ કામ અમારા ડેટા ઓપરેટર વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં જ એની બદલી ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવી છે. અમે એ શખ્સ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તેમજ જે લોકોનો ફોટો બદલવામાં આવ્યો છે એમાં સુધાર કરવામાં આવશે.

મહત્વનું છે કે 2019 લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં મતદાતા યાદી અપડેટ કરવામાં આવી રહી છે. ડેટા એન્ટ્રી ઓપરેટરો દ્વારા ડેટા દાખલ કરવામાં આવે છે. અને ઓનલાઇન કરવામાં આવે છે.  જોકે, અંતિમ યાદીની મંજૂરી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. હાલ, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.