Not Set/ હરિયાણા સરકારે દારૂ પીવાની ઉંમરમાં કર્યો ઘટાડો,આબકારી નિયમમાં કર્યો સુધારો…

સરકારે હરિયાણા વિધાનસભાના શિયાળુ સત્રમાં ‘હરિયાણા એક્સાઈઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કર્યું છે.

Top Stories India
daru હરિયાણા સરકારે દારૂ પીવાની ઉંમરમાં કર્યો ઘટાડો,આબકારી નિયમમાં કર્યો સુધારો...

હરિયાણા સરકારે દારૂ પીવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી છે સરકારે હરિયાણા વિધાનસભાના શિયાળુ સત્રમાં ‘હરિયાણા એક્સાઈઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કર્યું છે. આ બિલ મુજબ હવે રાજ્યમાં દારૂ ખરીદવા અને પીવાની કાયદેસર લઘુત્તમ વય 21 વર્ષ થઈ ગઈ છે. અગાઉ, રાજ્યમાં, 25 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ દારૂની ખરીદી અથવા વેચાણ કરી શકતા ન હતા.

હરિયાણા વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસે હરિયાણા એક્સાઇઝ એક્ટ, 1914માં વધુ સુધારો કરવા માટે હરિયાણા એક્સાઇઝ (સુધારા) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું છે. હરિયાણા એક્સાઇઝ એક્ટ, 1914 ની કલમ 27 એ જોગવાઈ કરે છે કે કોઈપણ દેશી દારૂ અથવા માદક દ્રવ્યોના ઉત્પાદન તેમજ જથ્થાબંધ અથવા છૂટક વેચાણ માટે લીઝ રાજ્ય સરકાર દ્વારા 25 વર્ષથી ઓછી ન હોય તેવી વ્યક્તિને આપવામાં આવશે નહીં.પરતું હવે સરકારે આ જોગવાઇમાં સુધારો કરીને દારૂ પીવા અને વેચવાની ઉમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે.