India Britain Relations/ PM મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર કરી વાત ,આ મુદ્દાઓ પર ચર્ચા કરી

ઋષિ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા G20 સંમેલન માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

Top Stories India
7 9 PM મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર કરી વાત ,આ મુદ્દાઓ પર ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાતચીત કરી છે. પીએમ મોદી સાથે વાત કરતા, ઋષિ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા G20 સંમેલન માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે ફોન પર વાતચીતમાં આર્થિક ગુનેગારોની પરત ફરવાની પ્રગતિની માંગ કરી હતી. આ સાથે પીએમ મોદીએ સુનક સાથે બ્રિટનમાં ભારતીય રાજદ્વારી સુવિધાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમએ બ્રિટનમાં ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.