કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યસભાના સભ્ય મનસુખ માંડવીયાની 22 વર્ષીય પુત્રી અને એમબીબીએસની વિદ્યાર્થી દિશાએ વડોદરાની કોવિડ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપવાની શરૂઆત કરી છે. દિશા વડોદરા મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતી અને હવે તેણે વડોદરાની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપવાની શરૂઆત કરી છે.
દિશાની તસવીર શેર કરતાં માંડવીયાએ ટ્વીટ કર્યું, “મારી દીકરી, મારું ગૌરવ! દિશા, આ ભૂમિકામાં તને જોવા મારે મારે બહુ લાંબી રાહ જોવી પડી. હું તને આ રુપમાં લોકોની સેવા કરતા જોઈ ગૌરવ અનુભવું છું. કે તમે આ નિર્ણાયક સમયમાં ઇન્ટર્ન તરીકે તમારી ફરજ બજાવી રહ્યા છો. રાષ્ટ્રને તમારી સેવાની જરૂર છે અને મને ખાતરી છે કે તમે તમારી જાતને યોગ્ય સાબિત કરશો. મારા યોદ્ધા ”