Not Set/ કિરણ ખેરે કોરોના માટે એમપી ફંડમાંથી એક કરોડ ફાળવ્યા

કોરોના માટે ફંડમાંંથી એક કરોડ ફાળવ્યા

Entertainment
kherrrrr કિરણ ખેરે કોરોના માટે એમપી ફંડમાંથી એક કરોડ ફાળવ્યા

દેશમાં કોરોના મહામારીના લીધે હાલાત ભયંકર છે.કોરોનાની બીજી લહેર અથિ ઘાતક નીવડી રહી છે. દેશમાં હાલ ઓક્સિજનની અછત સર્જાઇ છે ,દેશ અને વિદેશમાંથી કોરોના સામેની લડાઇમાં મદદ મળી રહી છે. દેશમાં ઓક્સિજનની અછતના લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ મરી રહ્યા છે.બોલીવુડની અભિનેત્રી કિરણ ખેરે કોરોના દર્દીઓની સારવાર માટે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

ચંદીગઢની સાંસદ અને ફિલ્મી અભિનેત્રી કિરણ ખેરને કેન્સર થયું છે .દેશની હાલત જોતા તેમણે કોરોના દર્દીઓ માટે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. કિરણ ખેરે કહ્યું કે એમપી ફંડમાંથી કોરોનાના દર્દીઓ માટે વેન્ટીલેટર ખરીદવા  પીજીઆઇ ચંદીગઢને એક કરોડ આપી રહી છું. કોરોનાની પરિસ્થિતિમાં હું તમારી સાથે ઉભી છું.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર થયો છે તે કેન્સર સામે લડી રહી છે છંતા તેમની મહાનતા બતાવે છે કે તેમના મત વિસ્તારના કોરોના દર્દીઓ માટે ફંડમાંથી એક કરોડ દાનમાં આપ્યા.