Not Set/ આલોકનાથની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન ફગાવ્યા

મુંબઇ, પ્રોડ્યૂસર અને રાઇટર વીંતા નંદાએ એક્ટર આલોક નાથ પર જાતીય સતામણીની ફરિયાદ કરી છે.બોલિવૂડના સંસ્કારી બાબુજી એવા આલોકનાથી વિરુદ્ધ પ્રોડ્યુસર અને સ્કીરનરાઈટર વીંતા નંદાએ મીટૂ અભિયાન હેઠળ પોલિસ ફરિયાદ કર્યા પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આલોકનાથ સામે એફઆઈઆર કર્યા પછી આલોકનાથની મુશ્કેલી વધી હતી,જો કે પછી પણ બાબુજીની પરેશાની ઘટી નથી રહી.પોતાની […]

Uncategorized
vvp આલોકનાથની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન ફગાવ્યા
મુંબઇ,
પ્રોડ્યૂસર અને રાઇટર વીંતા નંદાએ એક્ટર આલોક નાથ પર જાતીય સતામણીની ફરિયાદ કરી છે.બોલિવૂડના સંસ્કારી બાબુજી એવા આલોકનાથી વિરુદ્ધ પ્રોડ્યુસર અને સ્કીરનરાઈટર વીંતા નંદાએ મીટૂ અભિયાન હેઠળ પોલિસ ફરિયાદ કર્યા પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસે આલોકનાથ સામે એફઆઈઆર કર્યા પછી આલોકનાથની મુશ્કેલી વધી હતી,જો કે પછી પણ બાબુજીની પરેશાની ઘટી નથી રહી.પોતાની ધરપકડ ટાળવા માટે આલોક નાથે કરેલી વચગાળાના જામીનની અરજીને કોર્ટે ફગાવી દેતા આલોકનાથની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ડીંડોશી સેશન્સ કોર્ટમાં આલોક નાથે આગોતરા જામીન માટે અરજી કરી હતી જો કે કોર્ટે જામીન ફગાવી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેથી જાતિય સતામણી કેસમાં આલોકનાથની ગમે ત્યારે ધરપકડ થઈશ કે છે.
આ અંગે અભિનેતાને જ્યારે કાયદાકીય નોટિસ પાઠવવામાં આવી ત્યારે તે મળ્યા નહતા. જો કે આલોકનાથને ટેલિવિઝન સિનેસ્ટાર એસોસિએશન સિન્ટાએ પણ સંખ્યાબંધ વખત પોતાનો પક્ષ રજૂ કરવા  ચેતવણી આપી તેમ છતા તેઓ રજૂ નહીં થતા તેમને એસોસિએશનમાંથી પડતા મુકવામાં આવ્યા છે.
વીંતા નંદાએ વર્ષો જૂના જાતિય સતામણી કેસ અંગે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં ખુલાસો કર્યો હતો અને એફબી પોસ્ટ દ્વારા આ વાત જાહેર કરી હતી. આલોકનાથે આ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું પરંતુ વિન્તા નંદા પોતાની વાત પર અડગ રહ્યા હતા.