Not Set/ દિપીકા પાદુકોણ નહીં કરે વિશાલની ફિલ્મ ‘સપના દીદી’માં કામ, જાણો શું છે કારણ…

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ ફિલ્મ ‘પદ્માવત’ પછી ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘સપના દીદી’માં નજરે પડવાની હતી. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજ ડાયરેક્ટ કરી રહ્યા હતા. પરંતુ ફિલ્મને લાંબા સમય માટે ટાળવામાં આવી છે. એક રીપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે વિશાલે ફિલ્મ માટે જે સાઇનિંગ અમાઉંટ દિપીકાને આપી હતી તે દિપીકાએ પરત કરી દીધી છે. […]

Uncategorized
jam દિપીકા પાદુકોણ નહીં કરે વિશાલની ફિલ્મ 'સપના દીદી'માં કામ, જાણો શું છે કારણ...

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ ફિલ્મ ‘પદ્માવત’ પછી ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘સપના દીદી’માં નજરે પડવાની હતી. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજ ડાયરેક્ટ કરી રહ્યા હતા. પરંતુ ફિલ્મને લાંબા સમય માટે ટાળવામાં આવી છે. એક રીપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે વિશાલે ફિલ્મ માટે જે સાઇનિંગ અમાઉંટ દિપીકાને આપી હતી તે દિપીકાએ પરત કરી દીધી છે.

Image result for Vishal Bhardwaj deepika padukone

આપને જણાવી દઈએ કે દિપીકાએ સાઇનિંગ અમાઉંટ પરત કરવા પાછળનું કારણ ઈરફાન ખાન અને પર્સનલ કમિટમેંટ છે. જો કે ઈરફાન તેમની બીમારીનું લંડનમાં ઈલાજ કરાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઈરફાનને સારા થવા માટે ઘણો લાંબો સમય લાગી શકે છે. તો બીજી બાજુ દિપીકાના લગ્ન નવેમ્બરમાં થવાની ચર્ચા થઇ રહી છે.

Image result for sapna didi irrfan khan deepika padukone

ઉલ્લેખનીય છે કે આવામાં દિપીકાને ફિલ્મ માટે ટાઈમ આપવો મુશ્કિલ થઇ શકે છે. રીપોર્ટ અનુસાર દિપીકાએ વિશાલ ભારદ્વાજને એવું કહેતા સાઇનિંગ અમાઉંટ પરત કરી હતી કે જયારે ઈરફાન પાછા આવશે ત્યારે અમે સાથે કામ કરીશું. ફિલ્મની જ્યાં સુધી કોઈ ડેટ સામે નથી આવતી ત્યાર સુધી  સાઇનિંગ અમાઉંટ તેની પાસે રાખવી દિપીકાને યોગ્ય ના લાગ્યું.

Image result for sapna didi irrfan khan deepika padukone

હાલ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તો બીજી બાજુ ઈરફાન ખાનની તબિયતમાં ઘણો સુધારો છે તેવું જાણવા મળી રહ્યું છે.

Image result for ranveer singh and deepika padukone