Not Set/ WhatsApp યૂઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, આવતા વર્ષે થઇ શકે છે બંધ

દેશભરમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે, એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હોવાથી, તે ખૂબ જ લોકપ્રિય પણ છે. યૂઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે, વોટ્સએપ સમયાંતરે તેની એપ્લિકેશનને અપડેટ કરતી રહે છે, નવું વર્ષ નજીક છે અને કંપની ફરી એક વાર તેની એપ ને અપડેટ કરવાની છે. પરંતુ આ અપડેટ કેટલાક યૂઝર્સ માટે ખરાબ […]

Tech & Auto
Stop WhatsAPp WhatsApp યૂઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, આવતા વર્ષે થઇ શકે છે બંધ

દેશભરમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે, એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હોવાથી, તે ખૂબ જ લોકપ્રિય પણ છે. યૂઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે, વોટ્સએપ સમયાંતરે તેની એપ્લિકેશનને અપડેટ કરતી રહે છે, નવું વર્ષ નજીક છે અને કંપની ફરી એક વાર તેની એપ ને અપડેટ કરવાની છે. પરંતુ આ અપડેટ કેટલાક યૂઝર્સ માટે ખરાબ સમાચાર હોઈ શકે છે કારણ કે 31 ડિસેમ્બરથી વોટ્સએપ ઘણા સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરશે.

જો તમે વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરો છો તો ટૂંક સમયમાં તમારે નવો ફોન લેવાની જરૂર પડી શકે છે. જણાવી દઇએ કે, આવતા વર્ષથી, વિશ્વનાં તમામ વિંડોઝ ફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે, આની પાછળ કંપનીએ દલીલ કરી હતી કે અમે આગામી 7 વર્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. વોટ્સએપની સુવિધા હવે તે જ ફોનમાં મળશે જેનો લોકો વધુ ઉપયોગ કરે છે. વોટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે અમે એપ્લિકેશનમાં કેટલાક ફેરફાર કરી રહ્યા છીએ જેમા ફક્ત તે ઓપરેટિંગ સિસ્ટમ્સ પર કાર્ય કરશે જેનો લોકો વધુ ઉપયોગ કરે છે.

ફક્ત વિંડોઝ જ નહીં, પરંતુ વોટ્સએપ આવતા વર્ષથી એપલનાં આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર પણ કામ કરવાનું બંધ કરશે. એટલું જ નહીં, ઘણાં એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ સુવિધા નહીં મળે. બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરી 2020 થી, આ એપ્લિકેશન એપલનાં આઇઓએસ 8 અથવા વધુ ઓપરેટિંગ સિસ્ટમનાં ફોનમાં કામ કરશે નહીં, જ્યારે Android 2.3.7 અથવા તેથી વધુ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનારા યૂઝર્સને પણ આ સુવિધા મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અન્ય કોઈપણ મેસેજિંગ એપ્લિકેશન કરતા વોટ્સએપ વધુ લોકપ્રિય છે, જેના કારણે જો એપ્લિકેશન બંધ થઇ જાય તો તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એવું નથી કે વોટ્સએપ પહેલીવાર આ પગલું ભરવા જઇ રહ્યુ છે તે પહેલા જ ઘણા ફોન્સમાં આ એપ પહેલાં જ બંધ થઈ ગઇ છે. ગયા વર્ષે 31 ડિસેમ્બર 2017 પછી, વોટ્સએપે ‘બ્લેકબેરી ઓએસ’, ‘બ્લેકબેરી 10’, ‘વિન્ડોઝ ફોન 8.0’ સહિત ઘણી જૂની ઓપરેટિંગ સિસ્ટમોની સેવા બંધ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.