Auto/ આ કંપનીની CNG કારની વધી માંગ, લોકો મોટી સંખ્યામાં આપી રહ્યા છે Order

દેેશની સૌથી ભરોસેમંદ કહેવાતી ઓટો કંપની મારુતિ સુઝુકીની કારને લોકો હાલમાં ફટાફટ ખરીદી રહ્યા છે. જો કે તે સ્પષ્ટ છે કે, આજનાં સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે.

Tech & Auto
CNG Car

દેેશની સૌથી ભરોસેમંદ કહેવાતી ઓટો કંપની મારુતિ સુઝુકીની કારને લોકો હાલમાં ફટાફટ ખરીદી રહ્યા છે. જો કે તે સ્પષ્ટ છે કે, આજનાં સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. જેના કારણે લોકો હવે CNG નાં વાહનોની માંગ કરી રહ્યા છે. જેમા ખાસ કરીને લોકો મારુતિની CNG કારને પ્રથમ રાખી રહ્યા છે.

11 2021 12 25T150800.453 આ કંપનીની CNG કારની વધી માંગ, લોકો મોટી સંખ્યામાં આપી રહ્યા છે Order

આ પણ વાંચો – Gadgets / Panasonic India એ એક નવું Tough એન્ડ્રોઇડ 10 ટેબ્લેટ કર્યુ લોન્ચ, એક ચાર્જ પર ચાલશે આટલા કલાક

જણાવી દઇએ કે, અન્ય કંપનીઓની જેમ મારુતિ સુઝુકીને પણ માંગ પ્રમાણે સપ્લાય કરવામાં મુશ્કેલી પડી રહી છે. આનું એક કારણ સેમિકન્ડક્ટર ચિપ્સનો અભાવ પણ છે. ઓટોકાર પ્રોફેશનલનાં એક અહેવાલ મુજબ, મારુતિ સુઝુકી પાસે હાલમાં 2,80,000 કારનો ઓર્ડર છે, જેમાંથી 1,20,000 વાહનો (લગભગ 43 ટકા) CNG મોડલ છે. કંપનીનાં જણાવ્યા અનુસાર સૌથી વધુ માંગ 7 સીટર મારુતિ અર્ટિગા CNGની છે. કુલ પેન્ડિંગ CNG ઓર્ડરમાંથી 50 ટકા (60,000 થી વધુ) એર્ટિગાનાં છે. મારુતિ સુઝુકી WagonR એ કંપનીનું બીજું સૌથી વધુ વેચાતું CNG વાહન છે. WagonR CNG નાં 30% (લગભગ 36,000) ઓર્ડર હજુ સુધી પહોંચાડવાના બાકી છે. મારુતિનું આ સૌથી મોંઘુ મોડલ છે જે CNG સાથે આવે છે. તે દેશમાં સૌથી વધુ વેચાતી 7 સીટર કાર પણ છે. Ertigaનાં CNG વેરિઅન્ટની કિંમત 9.66 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આમાં તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 1462 CC એન્જિન આપવામાં આવ્યું છે. તે 91bhp અને 122Nm પીક ટોર્ક જનરેટ કરે છે. CNGમાં તે 26.08 km/kg ની માઈલેજ આપે છે.

11 2021 12 25T150716.479 આ કંપનીની CNG કારની વધી માંગ, લોકો મોટી સંખ્યામાં આપી રહ્યા છે Order

આ પણ વાંચો – Round Up 2021 / વિશ્વના 333 અબજપતિઓની સંપત્તિમાં $1.3 ટ્રિલિયનનો વધારો, 165એ $465 બિલિયન ગુમાવ્યા

Ertiga CNG મલ્ટી-ફંક્શન સ્ટીયરીંગ વ્હીલ, પાવર એડજસ્ટેબલ એક્સટીરીયર રીઅર વ્યુ મિરર, ટચ સ્ક્રીન, ઓટોમેટીક ક્લાઈમેટ કંટ્રોલ, એન્જીન સ્ટાર્ટ સ્ટોપ બટન, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, એલોય વ્હીલ્સ, ફોગ લાઈટ્સ, પાવર વિન્ડો જેવી સુવિધાઓ સાથે તમને મળે છે. તે કુલ પાંચ રંગ વિકલ્પોમાં આવે છે.