Not Set/ દિલ્હીઃ શીલા દીક્ષિતનું નિવેદન,કેજરીવાલ સાથે કોંગ્રેસ નહીં કરે ગઠબંધન

દિલ્હી, 2019 ની લોકસભાની ચૂંટણીઓ માટે રાજકીય લડાઈ લડવા માટે કોંગ્રેસ વિવિધ રાજકીય પક્ષો સાથે વિચારોમાં વ્યસ્ત તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં વરિષ્ઠ  નેતાઓની બેઠક બોલાવી હતી. રાહુલ ગાંધીના ઘરે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત, દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય માકન સહિત દિલ્હીના ઘણા સીનિયર નેતા હાજર છે. આ બેઠકમાં […]

Top Stories India
mantavya 98 દિલ્હીઃ શીલા દીક્ષિતનું નિવેદન,કેજરીવાલ સાથે કોંગ્રેસ નહીં કરે ગઠબંધન

દિલ્હી,

2019 ની લોકસભાની ચૂંટણીઓ માટે રાજકીય લડાઈ લડવા માટે કોંગ્રેસ વિવિધ રાજકીય પક્ષો સાથે વિચારોમાં વ્યસ્ત તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં વરિષ્ઠ  નેતાઓની બેઠક બોલાવી હતી.

રાહુલ ગાંધીના ઘરે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત, દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય માકન સહિત દિલ્હીના ઘણા સીનિયર નેતા હાજર છે. આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણીમાં દિલ્હિમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇ ચર્ચા થઇ હતી.

શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશે નહીં. અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આ અંગે વાત કરી હતી અને તેઓ પણ સહમત હતા.

સર્વસમ્મતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે જ  આપએ આખરે લોકસભાની કુલ 7 પૈકી 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેર કર્યા હતા.

આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણીમાં દિલ્હિમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇ ચર્ચા થઇ હતી. બેઠક બાદ દિલ્હીની પૂર્વ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે દિલ્હીમાં ‘આપ’ સાથે કોઇ ગઠબંધન થશે નહીં.