@દિવ્યેશ પરમાર
Surat News: મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલા મદરેસામાં અમે અમારા 16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂંકીને પછી 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું.
આમ આ વીડિયો બાદ અમે પહેલાં તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણ અમને જણાવ્યું હતું કે, તમે તમારા દીકરાનું ટેન્શન ન લેતા. તમારી પાસે જે વીડિયો આવ્યો છે તે લઈને અહીં આવી જાવ. આપણે મદરેસા જઈને તમારા દીકરાને લઈ આવીશું.વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ મદરેસામાં પણ ફોન કર્યો હતો.
તેમણે પણ કહ્યું હતું કે, શિક્ષકથી ભૂલ થઈ ગઈ છે, એટલે અમે તેમને કહ્યું હતું કે, અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છીએ, તમે તેને કંઈ ન કરતા. ત્યારબાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદરેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા. જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતાં તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી. આ મદરેસામાં બીજાં અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં
આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ
આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત
આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા