ગુજરાત/ પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા

પંચમહાલના મોરવાહડફમાં એક મહિલાને તાલિબાની સજા ફટકારાતા ચકચાર મચી ગઈ છે. એક છોકરીને ભગાડી જવાની બાબતની અદાવત રાખીને મહિલાને આ સજા કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 02 28T160253.567 પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા
  • રસ્સી વડે બાંધીને ઘરની બહાર લઈ જઈને ઝાડ સાથે બાંધી દીધી
  • મહિલાનો દિકરો છોકરીને ભગાડી જતા મહિલાને ઢોરમાર માર્યો

@નિકુંજ પટેલ

Panchmahal News: પંચમહાલના મોરવાહડફમાં એક મહિલાને તાલિબાની સજા ફટકારાતા ચકચાર મચી ગઈ છે. એક છોકરીને ભગાડી જવાની બાબતની અદાવત રાખીને મહિલાને આ સજા કરવામાં આવી હતી.મહિલાને તાલિબાની સજા આપવાની આ ઘૃણાસ્પદ ઘટનાને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં ચાર મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવની વિગત મુજબ મોરવાહડફ ખાતે રહેતી એક મહિલાનો પુત્ર એક છોકરીને ભગાડીને લઈ ગયો હતો. જેની અદાવત રાખીને છોકરીના સંબંધીઓ મહિલાના ઘરે ધસી ગયા હતા. જેમાં પાંચ મહિલા અને પુરૂષ મળીને છ જણા આરોપી યુવકની માતાના ઘરમાં ઘૂસી ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ તેમણે મહિલાને મારઝૂડ અને ગાળાગાળી કરીને તેના કપડા ફાડી નાંખ્યા હતા. એટલું જ નહી તેમણે મહિલાને રસ્સી વડે બાંધી દીધી હતી અને ઘરની બહાર લઈ જઈને ફેરવી હતી. બાદમાં ઝાડ સાથે બાંધી દીધી હતી. તે સમયે પણ આરોપીઓ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું.

આ અંગે મોરવાહડફ પોલીસે છ જણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં ચાર મહિલા અને એક પુરુષ મળીને પાંચ જણાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક ફરાર મહિલાની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા