2024 લોકસભા ચૂંટણી/ પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પણ પોતાની દાવેદારી રજુ કરી છે. 

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 28T193715.322 પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

Dehgam News: તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી 400 સીટો સાથે જીતવાનો હુંકાર કરાયો હતો.જેને લઇ ભાજપે આ લક્ષ્યને વેધવા માટે પુરજોરમાં તૈયારીઓ આરંભી દીધી છે.દરરોજ દેશના કોઈના કોઈ ખૂણે વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહર્ત કરી જનતાને રીજ્વાનો પ્રયાસ કરાય રહ્યો છે તો બીજી તરફ ચૂંટણીમાં ટીકીટ ફાળવણી વખતે કોઈ વિખવાદ ન સર્જાય તે માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.ત્યારે આવામાં  અમદાવાદ પશ્ચિમ બાદ હવે અમદાવાદ પૂર્વ બેઠક દાવેદારી નોંધવામાં અવી છે. અહિયાં વર્તમાન સાંસદ હસમુખભાઈ પટેલ સહિત ભાજપના 25 નેતાઓએ પોતાની રીતે અથવા તેમના સમર્થકો દ્વારા ઉમેદવારી નોંધાવી છે. જેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પણ પોતાની દાવેદારી રજુ કરી છે.

દાવેદારી નોંધાવનાર નેતાઓમાં રાજ્યના બે પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાના નામ પણ સામેલ છે. પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ સમર્થકોના માધ્યયમથી દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત નિર્મલાબેન વાઘવાણી-નરોડા, બલરામ થાવાણી-નરોડાએ પણ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકની આ સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા, હાલના પ્રવાસન મંત્રી મુળુ બેરા અને ધારાસભ્ય સંગીતા પાટીલે હાથ ધરી હતી. આ નિરીક્ષકો યોજાનારી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રિપોર્ટ રજૂ કરશે.

ભાજપ દ્વારા અવારનવાર મહિલા સશક્તિકરણ પર ભાર મુકવામાં આવે છે તેને લીધે જ કેન્દ્ર સરકાર દ્વારા માતૃશક્તિ વંદના અધિનિયમ ઠરાવ પસાર કરીને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ કરી છે.જોકે તેની અમલીકરણ 2026થી કરશે તેના પહેલા જ અનેક પ્રતિભાવાન મહિલા આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાની દાવેદારી રજુ કરી છે. દહેગામના કામિનીબા રાઠોડ એક સશક્ત, જાગૃત, શિક્ષિત તેમ જ માનવીય સંવેદનાઓથી ભરપુર જનનાયિકા છે. કામિનીબા રાઠોડ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણીમાં ભાજપને આ બેઠક જીતાડવા ભારે મહેનત કરી હતી. તો થોડાક દિવસ પૂર્વે કામિનીબા રાઠોડના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા છે. કામિનીબા રાઠોડ પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે સાથે દહેગામ નગરપાલિકામાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કોણ છે કામિનીબા રાઠોડ?

  • ક્ષત્રિય સમાજનો ચહેરો છે કામિનીબા રાઠોડ
  • દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે કામિનીબા રાઠોડ
  • 2017માં દહેગામ બેઠક પરથી કામિનીબાની હાર થઇ
  • ભૂતકાળમાં જાહેરમાં કોંગ્રેસ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા