અમદાવાદ/ રિલીફ રોડ પર આવેલી હોટલમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા….

અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી ZK નામની હોટેલમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આગ લાગતા તરત જ ફાયર બ્રિગેડની ટીમને જન કરવામાં આવી હતી. થોડા જ સમયમાં ૩ ગાડી ઘટનાસ્થળે પહોચી અને તમામ પ્રયાસો હાથ ધર્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
રિલીફ રોડ પર આવેલી હોટલમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા....
  • અમદાવાદઃ રિલીફ રોડ પર આવેલી હોટલમાં આગ
  • જૂની અને જાણીતી એવી ઝેડ.કે હોટેલમાં આગ
  • આગના ધુમાડા દૂરદૂરથી દેખાયા
  • લોકોની ભીડ ભેગી થતાં રોડ પર ટ્રાફિક જામ

અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી ZK નામની હોટેલમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આગ લાગતા તરત જ ફાયર બ્રિગેડની ટીમને જન કરવામાં આવી હતી. થોડા જ સમયમાં ૩ ગાડી ઘટનાસ્થળે પહોચી અને તમામ પ્રયાસો હાથ ધર્યા હતા.

હોટલમાં આગ લાગતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી,ચારે તરફ ભીડ જોવા મળી રહી હતી. હોટલમાં રહેલા દરેક વ્યક્તિને તેમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઇ નથી. આ હોટલ સૌથી જૂની અને જાણીતી છે. હોટલમાં લાગેલી આગના ધુમાડા દુરદુર સુધી દેખાઈ રહ્યા હતા. લોકોની ભીડ થઇ જતા ટ્રાફિકજામની સમસ્યા પણ જોવા મળી. ત્યારબાદ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ટ્રાફિક ની સમસ્યાને કંટ્રોલ કરી હતી એટલું જ નહિ રીલીફ સિનેમાથી લઈને વીજળી ઘર સુધીનો તમામ રોડ બંધ કરવામાં આવ્યો હતો.

અચાનક જ સાંજે છ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી, આગ કેવી રીતે લાગી શું થયું તેને લઈને કોઈ પણ જાણકારી હજુ સામે આવી નથી. આગન લાગતાની સાથે જ લોકોની ભીડ જામી ગઈ હતી અને પોલીસ તથા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોચી ને પરીસ્થીતી પર કાબુ મેળવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ