Beware!/ વાલીઓ ચેતજો… સુરતમાં બાળક રમત રમતમાં બટન ગળી ગયો, તાત્કાલિક સર્જરી કરવી પડી

આજકાલ બાળકો ખૂબ જ એક્ટિવ હોય છે.જેની કાળજી માતા-પિતાએ વિશેષ રીતે લેવી પડે તેમ છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક બાળકીએ મોબાઈલમાં પોર્ન વીડિયો જોઈ અને તેની મમ્મીને

Top Stories Gujarat
1

આજકાલ બાળકો ખૂબ જ એક્ટિવ હોય છે.જેની કાળજી માતા-પિતાએ વિશેષ રીતે લેવી પડે તેમ છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક બાળકીએ મોબાઈલમાં પોર્ન વીડિયો જોઈ અને તેની મમ્મીને પ્રશ્ન પૂછ્યો ત્યારે પરિવારજનો હેબતાઈ ગયા હતા. સુરતમાં પણ એક વર્ષના બાળકે રમત-રમતમાં બેટરીનો સેલ ગળી જતા માતા-પિતા દોડતા થયા હતા. તેમજ મહામહેનતે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તેના વહાલસોયા પરથી જીવનું જોખમ ટાળ્યું હતું.

1
surat

China / ચીને અમેરિકાને આપી કંઈક આવી ધમકી…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતા રમતમાં બટન ગળી ગયો હતો. જેને સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરી અને બચાવી લીધો છે. આ બાળક ઉન પાટિયા નજીક તેજલ નગરમાં રહેતા અમજદ કુરેશીનો પુત્ર હસનેનહોવાનું તેમજ તેની ઉંમર એક વર્ષની હોવાનું હોસ્પિટલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શનિવારે સાંજે 6:40 કલાકે પોતાના ઘરમાં રમકડાં રમતા રમતા હસનેન રમકડાનો બટન સેલ કાઢી અને ગળી ગયો હતો.માતા અને પાડોશમાં રહેતા એક ભાઈ ને જાણ થતાં તેમણે સેલ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળતા ન મળતા નજીકના દવાખાને લઇ ગયા હતા. ડોક્ટરે તપાસ કરી હતી પરંતુ સેલ ગળામાં ફસાયો હોવાથી આ તબીબે જોખમ લેવાનું ટાળ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.

corona vaccine / વેક્સિનને લઈને બાબા રામદેવે કહ્યું કંઇક આવું……

સિવિલ હોસ્પિટલમાં તેને તાત્કાલિક ઈએનટી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઇએનટી વિભાગના સિનિયર ડોક્ટર ભાવિક પટેલ એક્સ-રે કરાવ્યો હતો. આ સેલ બાળકના ગળાની પાસે અન્નનળીના શરૂઆતના ભાગમાં ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડોક્ટર ભાભી કે આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આનંદ ચૌધરી ને જાણ કરી અને તાત્કાલિક દૂરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.ડોક્ટર આનંદ ડોક્ટર ભાવિક અને ડોક્ટર રાહુલ પટેલે એનેસ્ટેસિયા વિભાગને ઓપરેશનની જાણકારી આપી હતી.તેમજ 11 કલાકે બાળક્ને બેભાન કરી અને દૂરબીનની મદદથી ઓપરેશન કરી થોડા જ સમયમાં તેમને બહાર કાઢી લેવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ હતી. આ ઓપરેશન વખતે ડોક્ટર જૈન કોન્ટ્રાક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકની તબિયત સારી હોય અને રજા પણ આપી દેવામાં આવી હોવા અંગે નિવેદન આપ્યું હતું.

delhi / દિલ્હીમાં પ્રથમ તબક્કામાં 3 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને તેમજ 6 લા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…