Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં ચુંટણીની કામગીરી માટે ફાળવવામાં આવી 180 બસો

સુરેન્દ્રનગર, લોકસભાની ચુંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતી કાલે ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન થવાનુ છે, ત્યારે ગુજરાતનાં સુરેન્દ્રનગર તંત્ર દ્રારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. અહી એસટી તંત્ર દ્રારા પણ 180 બસ સુરેન્દ્રનગર જીલ્લામાં ચુંટણીની કામગીરી માટે ફાળવવામાં આવી છે. લોકસભાની ચુંટણીને લઈને સુરેન્દ્રનગર એસટી તંત્ર દ્રારા કુલ […]

Gujarat Others
Bus Station સુરેન્દ્રનગર જીલ્લામાં ચુંટણીની કામગીરી માટે ફાળવવામાં આવી 180 બસો

સુરેન્દ્રનગર,

લોકસભાની ચુંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતી કાલે ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન થવાનુ છે, ત્યારે ગુજરાતનાં સુરેન્દ્રનગર તંત્ર દ્રારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. અહી એસટી તંત્ર દ્રારા પણ 180 બસ સુરેન્દ્રનગર જીલ્લામાં ચુંટણીની કામગીરી માટે ફાળવવામાં આવી છે.

લોકસભાની ચુંટણીને લઈને સુરેન્દ્રનગર એસટી તંત્ર દ્રારા કુલ 180 બસની ફાળવણી કરવામાં આવી છે. આ 180 બસો બે દીવસ માટે ચુંટણીની કામગીરીમાં રોકાયેલી રહેશેજેને પગલે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ દ્રારા લોકલ બસની ફાળવણી કરવામાં આવી છે. ચુંટણી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે ઈવીએમ મશીન અને સામગ્રી લઈ જવા લાવવા માટે અલગ અલગ બસોની ફાળવણી કરવામાં આવી છે.

જેમા સુરેન્દ્રનગર લોકસભાની ચુટણીને લઈને સુરેન્દ્રનગર એસ ટીતંત્ર દ્રારા કુલ 180બસોની ફાળવણી કરવામાં આવી છે જેમા દસાડ -35, લિબંડી -32, વઢવાણ -43, ચોટીલા-32, ધ્રાંગધ્રા-38 એમ કુલ 180 બસો ફાળવવામાં આવી છે. આ બસો બે દિવસ 22 અને 23 તારીખનાં રોજ ચુંટણી કામગીરીનાં કારણે રોકાયેલી રહેશે.