રાજકોટ/ અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત ફતેહ કરવાની ફિરાકમાં, આ તારીખે કરશે ગ્રાન્ડ રોડ શો

કેજરીવાલ ફરી ગુજરાતમાં આવી રહયા છે તેઓ અગામી તા. 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
Untitled 4 9 અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત ફતેહ કરવાની ફિરાકમાં, આ તારીખે કરશે ગ્રાન્ડ રોડ શો

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી ને લઈ આપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આપના અનેક નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે આપ સુપરીનો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતનાં આંટાફેરા કરી રહ્યા છે. હાલમાં જ ભરૂચ ખાતે આદિવાસી મહાસમ્મેલનમ હાજરી આપીને ગયા છે. ત્યારે હવે ફરી એકવાર તેઓ ગુજરાત પધારશે. આગામી 11 મે ના રોજ રાજકોટ ખાતે ભવ્ય રોડ શો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આમ આદમી પાર્ટી વિપક્ષ બની ઉભરે તેવો માહોલ બની રહ્યો છે આપના સુપ્રીમો કેજરીવાલ સતત ગુજરાતમાં મુલાકાત કરી રહયા છે અને ભાજપને ઘેરવા લાગ્યા છે ત્યારે આ બધા વચ્ચે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલી માથાકૂટ બાદ અરવિંદ કેજરીવાલ લાલઘૂમ થઈ ગયા છે અને ભાજપમાં ગુંડાઓ અને લાફંગાઓ હોવાનું ટ્વીટ કરતા મામલો ગરમાયો છે.

ત્યારે કેજરીવાલ ફરી ગુજરાતમાં આવી રહયા છે તેઓ અગામી તા. 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ આપ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરસભાની મંજૂરી માગતા જિલ્લા વહીવટી તંત્રએ જાહેરસભાની મંજૂરી આપી દીધી છે.

અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરનાર છે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અહીંના શાસ્ત્રીમેદાનમાં જાહેરસભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને ધ્યાને લઇ બંદોબસ્ત ગોઠવવા તંત્ર કામે લાગ્યું છે.