Dwarka/ કોરોનાના કહેર વચ્ચે દેવભૂમિ દ્વારકામાં યોજાયા શાહી લગ્ન, લોકો સામાજિક અંતરનું ભૂલ્યા ભાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કાળ વચ્ચે યોજાયા શાહી લગ્ન વરરજો હેલિકોપ્ટરથી જાન લઈ પહોંચ્યો લગ્ન મંડપ, જાન માં આવેલ લોકો કોરોના કાળમાં પણ સામાજિક અંતરનું ભાન ભૂલ્યા હતા.

Gujarat Others

@રહીમ ચાકી, મંતવ્ય ન્યૂઝ – દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના મોવાણ ગામના નિર્મલ ગોજીયાની જાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શણખલા ગામે હેલિકોપ્ટરથી પહોંચી હતી, પરંતુ એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ને બીજી તરફ દ્વારકા જિલ્લામાં શાહી લગ્ન જોવા મળ્યા અને વરરજો લગ્ન કરવા જાન હેલિકોપ્ટરથી પહોંચ્યો અને હેલિકોપ્ટર ને જોતા જ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા.

આ સમયે સામાજિક અંતરના નિયમોનો થયો ખુલ્લેઆમ ઉલાળીયો થયો હતો અને સાથે જ હાલ કોરોનાનો બીજા તબક્કા માં પહોંચી ચુક્યો છે, ત્યારે શાહી ઠાઠ સાથે લગ્ન કરવા પહોંચેલ જાનમાં જોડાયેલ લોકો ક્યાંક સુપર સ્પ્રેડર સાબિત ન થાય અને કોરોનાના કેસો શહેરી વિસ્તારોમાં વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ના કેસો વધે તો નવાઈ નહિ તેવા દ્રશ્યો ખંભાળીયા તાલુકા ના મોવણ ગામે સર્જાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…