Not Set/ નિરવ મોદીએ 934 કરોડ રૂપિયા પત્ની અને પિતાના ખાતામાં કર્યા ટ્રાન્સફર

દિલ્હી, ભાગેડુ ડાયમંડ વેપારી નિરવ મોદીએ તેમના ખાનગી બેંકના ખાતામાંથી તેમની પત્ની અને પિતાના નામ પર રહેલ ખાતાઓમાં 934 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બાબત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની મુંબઇની ખાસ અદાલતમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી 560 કરોડ રૂપિયા નીરવ મોદીએ તેના ખાતામાં, 200 કરોડ […]

Top Stories World
tqq 7 નિરવ મોદીએ 934 કરોડ રૂપિયા પત્ની અને પિતાના ખાતામાં કર્યા ટ્રાન્સફર

દિલ્હી,

ભાગેડુ ડાયમંડ વેપારી નિરવ મોદીએ તેમના ખાનગી બેંકના ખાતામાંથી તેમની પત્ની અને પિતાના નામ પર રહેલ ખાતાઓમાં 934 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બાબત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની મુંબઇની ખાસ અદાલતમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં સામે આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી 560 કરોડ રૂપિયા નીરવ મોદીએ તેના ખાતામાં, 200 કરોડ રૂપિયા પત્ની એમીના ખાતામાં અને તેના પિતા દિપક મોદીના ખાતામાં 174 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બધા ખાતાઓ વિદેશી બેંકોમાં છે.

નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કમાં કૌભાંડના આ મુખ્ય આરોપી છે તેમણે ફર્જી લેટર ઓફ અંડરટેકિંગ દ્રારા બેંકને13,000 કરોડનો ચૂનો લગાવ્યા હતો.

ગત સપ્તાહે, ઇડીએ મુંબઇના પીએમએલ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આ માહિતી આપવામાં આવી છે. ઇડી દાવો કરે છે કે છેતરપિંડીની રકમમાંથી 91 ટકા શોધી કાઢવામાં આવી છે. તપાસ એજન્સીએ દુબઈ, સાઉદી અરેબિયા અને સિંગાપુર સ્થિત કંપનીઓના બેંક સ્ટેટમેન્ટને જમા કરાવ્યા છે. જેના દ્વારા તે સાબિત થઈ શકે છે કે નિરવ મોદી અને તેમના પરિવારના સભ્યોએ તેમના એકાઉન્ટ્સમાં છેતરપિંડીની રકમ ડાયવર્ટ કરી છે.

સ્ટેટમેન્ટથી સાબિત થાય છે કે નિરવ મોદી અને તેના પરિવારના સભ્યોએ છેતરપિંડીની રકમ પોત-પોતાના ખાતાઓમાં ડાઇવર્ટ કરી હતી.ઇડીએ હવે નિરવ મોદીની પત્ની એમી મોદીને પણ આરોપી બનાવી દીધી છે. ઇડી ને કેસમાં એમીને આરોપી બનાવી છે. ગયા વર્ષે દાખલ કરેલ ચાર્જશીટમાં આરોપી તરીકે એમીનું નામ નથી.

નિરવ ભારતની પોતાની કંપની માટેના આયાતના બનાવટી દસ્તાવેજો બતાવીને પીએનબીથી મુખ્યત્વે દુબઇ અને હોંગકોંગ સ્થિત તેના નિકાસકારોને લેટર ઓફ અન્ડરટેકિંગ દ્વારા ચુકવણી કરવાનું કહ્યું હતું. જે નિકાસકારોને તે પૈસા મોકલતો હતો તે તેના પોતાની બનાવટી કંપનીઓના હતા.

દર વખતે જ્યારે પણ નિરવ બેંકથી લેટર ઓફ અંડરટેકિંગની રકમ વધારવા માટે કહેતો હતો. તેના એક મોટા ભાગ પહેલા બાકી રકમ ચૂકવવામાં આવતી હતી અને બાકીની રકમનો ઉપયોગ તેના માટે વ્યક્તિગત ખર્ચમાં હોતી હતી. જાન્યુઆરી 2018 માં આ બેંકને છેતરપિંડી વિશેની ખબર પડી હતી અને ત્યાં સુધીમાં નિરવ તેના પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો. આ કેસમાં તેના બેલ્જિયમમાં રહેનારા પિતા દીપક, ભાઇ નિશલ, બહેન પૂર્વી અને તેનો પતિ મલાંક મહેતા આરોપી છે.