Air Polluction/ દિલ્હીવાસીઓની સુધરી દિવાળી, વરસાદનું આગમન થતા AQI સ્તરમાં થયો ઘટાડો

રાજધાનીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની ઋતુમાં વરસાદ પડ્યો. આ મામલે વિભાગે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળાની ઋતુમાં વરસાદ પડતો હોવાનું જોવા મળ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 67 દિલ્હીવાસીઓની સુધરી દિવાળી, વરસાદનું આગમન થતા AQI સ્તરમાં થયો ઘટાડો

દિલ્હીવાસીઓની દિવાળી સુધરી. વાયુ પ્રદૂષણના કારણે રાજધાની દિલ્હીમાં લોકો ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આજે દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો. બદલાતા હવામાનના કારણે 9 નવેમ્બરની રાતે રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદ પડતા દિલ્હીવાસીઓને પ્રદૂષણ સમસ્યાથી મોટી રાહત મળી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના બવાના, કાંઝાવાલા, મુંડકા, જાફરપુર, નજફગઢ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે AQI સ્તર 400 થી ઘટીને 100 થઈ ગયું છે.

હવામાન બદલાતા દિલ્હીમાં ગઈકાલે રાતે વરસાદ પડ્યો. વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજધાનીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની ઋતુમાં વરસાદ પડ્યો. આ મામલે વિભાગે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળાની ઋતુમાં વરસાદ પડતો હોવાનું જોવા મળ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત ભૂમધ્ય વિસ્તારોથી થાય છે જ્યાં ભૂમધ્ય સમુદ્રનો પ્રભાવ છે. યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવતા પવનો ભેજ લાવે છે અને હિમાલયના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા કરે છે જ્યારે મેદાની વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડે છે. ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળાની શરૂઆત સામાન્ય રીતે આવા વરસાદથી થાય છે અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થતા વરસાદને પણ શીત લહેરનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આ વર્ષે અલ નીનોની અસર જોવા મળી શકે છે. દિલ્હીમાં વરસાદ પડતા 9 નવેમ્બરે પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. 10 નવેમ્બરે પવન દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા પવનની સ્પીડ 4 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જ્યારે 11 નવેમ્બરે 4 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા દિલ્હી આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દેશની રાજધાનીમાં વરસાદ પડતા દિલ્હીવાસીઓને પ્રદૂષણમાંથી રાહત મળી છે.