Political/ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય લગભગ નિશ્ચિત! જાણો કોણ બની શકે છે અધ્યક્ષ

વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ખુરશી પર ખતરો મંડાઇ રહ્યો છે

Top Stories Gujarat
Gujarat Congress President

Gujarat Congress President:   ગુજરાતમાં કોંગ્રેસની વિધાનસભામાં કારમી હાર થતા હાઇકમાન્ડે સમીક્ષા બેઠક કરી હતી અને આ બેઠકમાં હાર અંગે મંથન કરવામાં આવ્યું હતું. ભાજપે 2022માં કોંગ્રેસના સૂપંડામાં સાફ કરી દીધા છે ,આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત બેંકમાં ગાબડું પાડી દેતા કોંગ્રેસ ઇતિહાસમાં પહેલીવાર ખરાબ પરિણામ લાવ્યું,માત્ર 17 બેઠકો પર સમેટાઇ ગયી હતી.વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ખુરશી પર ખતરો મંડાઇ રહ્યો છે. હાઇકમાન્ડ ગમે ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું રાજીનામું લેવડાવી લેશે. જગદીશે ઠાકોરે જયારથી કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઘણાબધા કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં પણ કારમો પરાજય થયો છે.

નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ (Gujarat Congress President) બદલવાના અનેક કારણો સામે આવ્યા છે. એક તો વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર જવાબદાર માનવામાં આવી શકે છે. આ સાથે જ જો કોંગ્રેસ જ્ઞાતીનું સમીકરણ પણ ગોઠવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદ પરથી જગદીશ ઠાકોરને બદલી શકે છે. વિપક્ષ નેતા તરીકે OBC ચહેરો ઉતરતા હવે અધ્યક્ષ પણ OBC રાખી કોંગ્રેસ પાટીદાર કે અન્ય સમાજને નારાજ નહી કરે. હવે હાઇકમાન્ડ એવા નેતૃત્વને તક આપશે જે કોંગ્રેસના સંઘઠનને મજબૂત કરે, હવે 17 બેઠકો મેળવ્યા બાદ ઇતિહાસ પહેલીવાર ખરાબ હાર થઇ છે, જેના લીધે સંગઠન અને મત બેંકમાં વધારો કરી શકે તેવા નેતાને કોંગ્રેસ કમાન સોંપશે.

ઉલ્લેખનીય છે કોંગ્રેસમાં આંતરિક જૂથવાથ પરાકાષ્ઠાએ છે તેને નાબૂદ કરવા માટે એવા નેતાની નિમઁણૂક કરપશે કે જે સંગઠન સાથે મત બેંક પણ વધારો કરાવે.પ્રદેશ પ્રમખ જગદીશ ઠાકોરની વિદાય લગભગ નિશ્ચિત મનાય છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે અનેક નામો છે, જીતુ પટેલ,પરેશ ધાનાણી, સુખરામ રાઠવા સહિત અર્જુન મોઢવાડિયા પણ અગ્રિમ રેસમાં છે.

RDX Landing Case/જામનગર: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સાક્ષીઓના નિવેદન લેવાયા