Not Set/ લોકસભા ચૂંટણી 2019 – બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

લોકસભા ચૂંટણીના બીજા ચરણ અંતર્ગત 11 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચરીમાં 95 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. આ 95 સીટ પર 2014માં 65 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં કુલ 1629 ઉમેદવારો મેદાનમાં હતા. બંગાળમાં અનેક જગ્યાએ હિંસા થઇ હોવા છતાં સર્વાધિક 75.27 ટકા […]

Top Stories Trending
mahfzskjc 3 લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

લોકસભા ચૂંટણીના બીજા ચરણ અંતર્ગત 11 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચરીમાં 95 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. આ 95 સીટ પર 2014માં 65 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં કુલ 1629 ઉમેદવારો મેદાનમાં હતા. બંગાળમાં અનેક જગ્યાએ હિંસા થઇ હોવા છતાં સર્વાધિક 75.27 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જમ્મુ કશ્મીરમાં સૌથી ઓછું 43.37 ટકા મતદાન નોંધાયું છે.

નોંધનીય છે કે અગાઉ બીજા તબક્કામાં લોકસભાની 97 બેઠકો પર ચૂંટણી થવાની હતી. પરંતુ તમિલનાડુની વેલ્લોર બેઠક પર મોટા પાયે રોકડ જપ્ત થવા બાદ ચૂંટણી રદ કરવામાં આવી .આ રીતે કાનૂન-વ્યવસ્થાની ખરાબ સ્થિતિને જોતા ત્રિપુરા પૂર્વ બેઠકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી. હવે આ બેઠક પર ચૂંટણી ત્રીજા તબક્કામાં થશે.

વાંચો સમગ્ર દિવસ દરમિયાનના મતદાનની અપડેટ્સ

ઉત્તર પ્રદેશમાં 5 વાગ્યા સુધી બુલંદશહર બેઠક પર 5 વાગ્યા સુધી 56.67 ટકા, નગીનામાં 58 ટકા, ફતેહપુર સીકરી સીટ પર 57.99%, મથુરામાં 56.6 ટકા મતદાન થયું.

મણિપુરના ઇમ્ફાલમાં એક પોલિંગ બૂથ પર લાંબી લાઈન લાગી છે. આ લાઈનમાં સ્ત્રીઓની સંખ્યા વધારે દેખાય છે. મતદાન પછી કેટલાક સ્ત્રીઓએ ફોટા પણ ખેંચ્યા છે.

કર્નાટકમાં 107 વર્ષના વૃદ્ધ પદ્મ પુરસ્કારથી સમ્માનિત સાલુમરદા તિમ્માક્એકાએ બેંગલુરુ ગ્રામીણ સંસદીય ક્ષેત્ર માટે મતદાન કર્યું. તિમ્માક્કા અત્યાર સુધી હજારો છોડે વાવીને પર્યાવરણને સ્વચ્છ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચુક્યા છે. તેના માટે તેમને પદ્મ સમ્મનથી નવાજવામાં આવ્યા છે.

તમિલનાડુમાં ત્રણ સિનિયર સિટીઝન માટે આ લોકસભા ચૂંટણી અંતિમ ચૂંટણી રહી. સ્થાનિક પોલીસએ કહ્યું કે પ્રદેશમાં ત્રણ વૃદ્ધોના મૃત્યુ મતદાન કર્યા થયું. બાલકૃષ્ણ નામના વ્યકિત જેવા જ કોયમ્બટુરના પોલિંગ બૂથથી બહાર નીકળ્યા,ત્યારે જ બેહોશ થઇ ચીને પડી ગયા. તેના પછી તેમને નજદીકી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી મતદાનની ગતિ સારી રહી છે. જલપાઈગડીમાં 71.32 ટકા, દાર્જિલિંગમાં 63.14 ટકા અને રાયગંજમાં 61.84 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી કુલ 65.43 મતદાન થયું છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 38.5 ટકા મતદાન થયું છે. જો કે, શ્રીનગરમાં 3 વાગ્યા સુધી માત્ર 5.7 ટકા મતદાન થયું છે.

આગ્રાના જગદીશ પુરા પોલિંગ બૂથ પર દુલ્હા-દુલ્હન બંનેએ કર્યું મતદાન. આ બંને લગ્નના પોશાકમાં જ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં આજે 8 લોકસભાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

Bride Groom UP લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

કેન્દ્રમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને ચૂંટણી કમિશનની તરફથી ‘મોદી કી સેના’ વાળા નિવેદન પર ચેતવણી આપવામાં આવી. કમિશનએ જણાવ્યું કે ભવિષ્યમાં સુરક્ષાબળોના ઓપરેશનનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરવામાં આવે નહીં.

ઓડીશાના ગંજામ જીલ્લામાં એક પોલિંગ બૂથ પર મતદાન માટે પોતાના વારાની રાહ જોઈ રહેલ 95 વર્ષના એક વૃદ્ધ લાઈનમાં નીચે પડી ગયા. ત્યારબાદ વૃદ્ગુને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા.

ચૂંટણી કમિશનના અધિકારીઓએ ઉત્તર કન્નડ જિલ્લાના કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીના હેલિકોપ્ટર અને તેમના સામાનની તપાસ કરવામાં આવી.

મહારાષ્ટ્રમાં બપોરે એક વાગ્યા સુધીમાં 35.4 ટકા મતો નોંધાયા હતા.

પશ્ચિમ બંગાળના ચૌપરમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પોલિંગ બૂથમાં ભડક્યા. આ દરમિયાન બૂથમાં EVM પણ તોડી નાખ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલાં કેટલાક લોકોને મતદાન કરવાથી રોકવામાં આવ્યા, તો તેમણે નેશનલ હાઇવેને બ્લોક કરી દીધો, ત્યારબાદ સુરક્ષાબળોને લાઠીચાર્જ કર્યો.

Lok Sabha Election LIVE UPDATES: BJP और TMC कार्यकर्ता भिड़े, पोलिंग बूथ में तोड़फोड़, EVM टूटी

ફતેહપુર સિકરીના મોંગલી કલા ગામના મતદારોએ સિંચાઈ જેવી સુવિધાઓની માંગને ;લઈને લોકસભાની ચૂંટણી 2019 નો બહિષ્કાર કર્યો છે. અહીં મતદાન અધિકારીએ જણાવ્યું હતું કે આ મતદારક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી.

બપોર તડકા વધારે હોવાને કારણે હવે ઉત્તર પ્રદેશના આગ્રા, ફતેહપુર સિકરી અને મથુરા લોકસભા ક્ષેત્રમાં મતદાર કેન્દ્રો પર મતદાતાઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક પર 1 વાગ્યા સુધી મતદાન ટકાવારી

બુલંદશહરમાં 1 વાગ્યા સુધીમાં 39.10 ટકા

નગીનામાં 1 વગ્યા સુધી 38.59 ટકા

ફતેહપુર સિકરીમા 1 વગ્યા સુધીમાં મતદાન 35.9 ટકા

આગ્રામાં 1 વગ્યા સુધીમાં લોકસભામાં મતદાન, 37.75 ટકા

મથુરા લોકસભામાં 1 વાગ્યા સુધી કુલ 37.00 ટકા મતદાન

ઉત્તર પ્રદેશના અમરોહમાં 1 વાગ્યા સુધીમાં 43.24 ટકા મતદાન

ધનૌરા વિધાનસભા ક્ષેત્રમાં- 42.8

નૌગાવાં સાદાત વિધાનસભા વિસ્તારમાં – 43.64

અમરોહા વિધાનસભા ક્ષેત્રમાં- 42.78

હસનપુર વિધાનસભા વિસ્તારમાં -43.01

ગઢમુકતેશ્વર વિધાનસભા મતવિસ્તારમાં – 43.96

તમિલનાડુમાં બદલી ગઈ 305 ઇવીએમ બીજા તબક્કા હેઠળ આજે તમિલનાડુની 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી જુદા જુદા ક્ષેત્રોમાં 305 ઇવીએમમાં ટેક્નિકલ કમી જોવા મળી, જેના પછી તેમને બદલવામાં આવ્યા છે.

ડીકે શિવકુમારે કર્યું મતદાન

પશ્ચિમ બંગાળમાં રાયગંજથી સીપીએમના ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર ઇસ્લામપુરમાં હુમલો થયો છે. કારના કાચ તૂટી ગયાં છે. સીપીએમએ આક્ષેપ કર્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો આ હુમલા પાછળ હતા.

અમરોહાથી ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવરે કહ્યું કે ફેક વોટિંગ થઇ રહ્યું છે. બુરકામાં મહિલાઓની ઓળખ ચકાસવામાં આવી રહી નથી. મેં સાંભળ્યું છે કે બુરકા પહેરેલો એક પુરુષ પણ પકડાઈ ગયો છે.

Lok Sabha Election LIVE UPDATES:भाजपा उम्‍मीदवार ने लगाया फेक वोटिंग का आरोप, बुर्के पर फिर विवाद

કોંગ્રેસની ફરિયાદ…

મહારાષ્ટ્ર કોંગ્રેસે મહારાષ્ટ્ર મુખ્યના મુખ્ય ચૂંટણી અધિકારીથી ઇવીએમની ધીમી કામગીરીને લઈને ફરિયાદ નોંધાવી છે. પક્ષનો આક્ષેપ છે કે સોલાપુર, મહારાષ્ટ્ર, નાંદેડ અને હિંગોલી માં EVM મશીન યોગ્ય રીતે કામ કરતું નથી અને આ કારણથી મતદાન ટકાવારી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુર બેઠક પર 9 વાગ્યા સુધી માત્ર 6.87 ટકા મતદાન થયું હતું. નાંદેડમાં 8.88 ટકા અને હિંગોલીને 7.94 ટકા મતદાન થયું હતું. સવારે 9 વાગ્યે સમગ્ર રાજ્યમાં 8 ટકાથી ઓછા મતો નાખવામાં આવ્યાં હતાં.

બેંગલુરુ દક્ષિણ લોકસભા બેઠક પર દિવંગત કેન્દ્રીયમંત્રી અંનત કુમારના પત્ની તેજસ્વિની મત આપવા પહોંચ્યા. તેઓ ભાવુક થઈને કહ્યું કે દર વખતે તેઓ તેમના પતિ અને પરિવાર સાથે મત આપવા આવતા હતા, પરંતુ આ વખતે તે અનંત નથી, અસહનીય પીડા અનુભવું છું. તેમણે કહ્યું હતું કે પરિવાર અને મિત્રો ઇચ્છે છે કે હું અહીંથી ચૂંટણી લડું પરંતુ નિર્ણય પક્ષ લેવાનો હતો.

મણિપુરમાં 11 વાગ્યા સુધી 32.18 ટકા મતદાન થયું છે. મતદારોમાં વોટિંગ માટે ઉત્સાહ છે. બીજી તરફ, બિહારમાં 11 વાગ્યા સુધીમાં આશરે 19 ટકા મતદાન થઇ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં 24.31 ટકા મતદાન થયું છે.

પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં સુરક્ષા દળોએ રાષ્ટ્રીય રાજમાર્ગ 34ને બ્લોક કરી રહેલ લોકો પર અશ્રુ ગેસ શેલો અને લાઠી ચાર્જ કર્યો.

મણિપુરમાં 11 વાગ્યા સુધી 32.18 ટકા મતદાન થઇ ચૂક્યું છે. મતદારોમાં વોટિંગ પ્રતિ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશની બુલંદશહર બેઠક પટ 11 વાગ્યા સુધી 24.79 ટકા અને નગીના સંસદીય બેઠક પટ 11 વાગ્યા સુધી 23.78 ટકા મતો મળ્યા છે. અહીં મતદારો વચ્ચે ખૂબ ઉત્સાહ છે. આજે ઉત્તર પ્રદેશમાં 8 બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે.

મહારાષ્ટ્રના સોલાપુર સંસદીય મતવિસ્તારમાં સ્થિત પોલિંગ બૂથ નંબર 217 માં ઇવીએમ ખરાબ થવાના કારણે મતદાન બંધ કરી દેવાયું.

બિહારના કેન્દ્રીયમંત્રી અને બક્સર લોકસભા બેઠકથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અશ્વિની કુમાર ચૌબેએ બક્સર લોકસભા મતક્ષેત્રના ભાગલપુરમાં મતદાન કર્યું. તેઓ મત આપવા માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા. આજે બિહારમાં 5 લોકસભાની બેઠકોમાં મતદાન ચાલી રહ્યું છે.

Ashwini LS2 લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

અસમમાં સિલચર બેઠકના વર્તમાન સાંસદ અને ઉમેદવાર સુષ્મિતા દેવએ તેમની માતા અને બહેન સાથે મતદાન કર્યું હતું.

Asam Slichar Sushmita લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

છત્તીસગઢના કાંકેરમાં પોલિંગ મતદાન મથક નંબર 186 પર તૈનાત પોલિંગ અધિકારીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે, પોલિંગ અધિકારીને હાર્ટ અટેક આવવાથી ચકચાર મચી ગઈ છે.

બિહારમાં સવારે 10.00 વાગ્યા સુધી 19.5 ટકા મતદાન થઇ ચૂક્યું છે. અહીં મતદારો વચ્ચે ખૂબ ઉત્સાહ છે. આજે બિહારમાં 5 લોકસભાની બેઠકોમાં મતદાન ચાલી રહ્યું છે.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ચીફ રાજ બબ્બરે ફતેહપુર સિક્રી સ્થિત રાધા બ્લલભ ઇન્ટર કોલેજમાં કરવામાં આવેલ પોલિંગ મતદાન મથક પર મતદાન કર્યું. તેઓ અહીંથી કોંગ્રેસના ઉમેદવાર પણ છે.

rajbabbar Vote3 લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન

જમ્મુ-કાશ્મીરમાં, એક નવવિવાહિત કપલે ઉધમપુર સ્થિત પોલિંગ સ્ટેશન પર પહોંચીને મતદાન કર્યું. આ દરમિયાન તેમને લગ્નના જોડામાં જ જોવા મળ્યા હતા. મતદાનમાં પ્રતિ લોકોમાં ઉત્સાહ ભરવા માટે આ એક સારું ઉદાહરણ છે.

ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનએ ચેન્નઈમાં મતદાન કર્યું હતું. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહેઇંફાલમાં મત કર્યું.

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પત્ની અનિતા અને પુત્ર નિખિલ સાથે મતદાન કર્યું. કુમારસ્વામીનો પુત્ર મંડ્યાથી ચૂંટણી લડી રહ્યા છે.

KumarSwami KCM લોકસભા ચૂંટણી 2019 - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ 68 % મતદાન