Not Set/ અમદાવાદ/ નારોલ સ્થિત એક કંપનીમાં ભીષણ આગ. 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

અમદાવાદમાં પીરાણામાં આવેલ ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો.નંદન ડેનિમ કંપનીમાં વહેલી સવારે 4 વાગે એક યુનિટમાં આગ લાગી હતી. આ આગ જોત જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું યુનિટ બાળીને ખાખ થઈ ગયું છે. ફાયર બ્રિગ્રેડ ને કોલ કરતાંની સાથે ફાયરની ગાડીઓ અને ચીફ ફાયર ઓફિસર […]

Ahmedabad Gujarat
962ff08f9b2e331ee44d3e72f0f43dee અમદાવાદ/ નારોલ સ્થિત એક કંપનીમાં ભીષણ આગ. 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
962ff08f9b2e331ee44d3e72f0f43dee અમદાવાદ/ નારોલ સ્થિત એક કંપનીમાં ભીષણ આગ. 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

અમદાવાદમાં પીરાણામાં આવેલ ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો.નંદન ડેનિમ કંપનીમાં વહેલી સવારે 4 વાગે એક યુનિટમાં આગ લાગી હતી. આ આગ જોત જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું યુનિટ બાળીને ખાખ થઈ ગયું છે. ફાયર બ્રિગ્રેડ ને કોલ કરતાંની સાથે ફાયરની ગાડીઓ અને ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 16થી વધારે ગાડીઓ આ આગ બુઝાવવા કામે લાગી હતી.લગભગ 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. યુનિટમાં સ્પ્રિન્કલ લગાવામાં આવ્યા હતા જેના કરે આગ તે શેડની બહાર ફેલાઈ નહતી. 

આપને જણાવી દઈએ કે, ચિરિપાલ કપંનીમાં આગ તો ચાલુ વર્ષે બે થી ત્રણવાર આગ લાગેલી છે.પરંતુ કોઈ યોગ્ય કારણ સામે નથી આવ્યા. આજે જે આગ લાગી હતી તે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર ઓફિસરનું અનુમાન છે. યુનિટમાં અંદર કોટનનું મટીરીયલ હોવાના કારણે આગ વધારે સ્પ્રેડ થઈ હતી.ચિરિપાલ કંપની જોડે પોતાના ફાયર ફાયટર તો હતા પરંતુ તેમની જોડે ફાયર મેન નો સ્ટાફ અપૂરતો હતો.ખાલી બે ફાયરમેન હતા તેમને આગ પર કાબુ મેળવવાની કોશિશ તો કરી પરંતુ તે ન થતા અંતે ફાયર બ્રિગેર્ડ ને કોલ કરવામાં આવ્યો હતો.આ આગ કાબુમાં કરતા સમયે ત્યાર ફરજ બજાવતા એક ફાયર કર્મચારીને ઈજાગ્રસ્ત થયો હતો અને તેને એલજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચિરિપાલ ગ્રૂપની કંપનીઓમાં આગ લાગવાનો આ કોઈ પ્રથમ બનાવ નથી. આની પહેલા પણ અનેક વખત ચિરિપાલ ગ્રુપ કંપનીના અલગ અલગ યુનિટોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. કંપનીના યુનિટમાં લાગેલી આગ માં કામદારોના પણ મોટ થયાના સમાચારો આવતા રહે છે. આમ અનેક વખત આગ લાગતી હોવા છતાં તંત્ર ચિરિપાલ ગ્રુપ સામે કેમ કડક કાર્યવાહી નથી કરી શકતું તે સવાલ ઉઠી રહ્યા છે. કંપનીના યુનિટોમાં કામદારોની સલામતીના પગલાં લેવામાં આવે છે અને તંત્ર હવે શું પગલાં લેશે તેની પાર હર કોઈની નજર મંડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.