Covid-19/ લો બોલો!! હવે કોરોના પહોંચ્યો શાળા સુધી, સુરતમાં ધોરણ 7 નાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે કોરોનાનાં આંકડાએ જંપ લાવવાની શરૂઆત કરી છે. જી હા, કોરોનાકાળ વચ્ચે ઘણી શાળા–કોલેજો શરૂ કરી દેવામાં આવી છે….

Gujarat Surat
Mantavya 62 લો બોલો!! હવે કોરોના પહોંચ્યો શાળા સુધી, સુરતમાં ધોરણ 7 નાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • સુરતમાં શહેરમાં કોરોના શાળા સુધી પહોંચ્યો
  • નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ
  • ધોરણ 7 ના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચકચાર
  • 14 દિવસ માટે પ્રાથમિક વિભાગ બંધ કરાવ્યો
  • ગોડાદરાની ગીતાજંલી શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ
  • ડીંડોલીની એક શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે કોરોનાનાં આંકડાએ જંપ લાવવાની શરૂઆત કરી છે. જી હા, કોરોનાકાળ વચ્ચે ઘણી શાળા–કોલેજો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ વાયરસ હવે શાળાઓમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. અહી વાત સુરતની છે, જ્યા કોરોનાવાયરસ શાળા સુધી પહોંચી ગયો છે.

Covid-19: ભાજપનાં વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત

આપને જણાવી દઇએ કે, સુરત શહેરની નાના વરાછાની શાળાનાં 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જે બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પૈદા થયો છે. જણાવી દઇએ કે, ધોરણ 7 નાં 5 વિદ્યાર્થી પોઝિટિવ આવતા ચકચાર મચી છે. સમાચાર સામે આવ્યા બાદ તંત્ર જાગ્યુ હતુ અને મળી રહેલી માહિતી અનુસાર 14 દિવસ માટે પ્રાથમિક વિભાગને બંધ કરી દેવામાં આવ્યો છે. નાના વરાછાની શાળા બાદ ગોડાદરાની ગીતાજંલી શાળામાં એક વિદ્યાર્થી અને ડીંડોલીની એક શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનુ આવતા વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓમાં પણ કોરોનાનો ભય સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

Covid-19 / કોરોનાએ ફરીથી મહારાષ્ટ્રમાં વિનાશ વેર્યો,  એક જ દિવસમાં લગભગ 10,000 નવા કેસ આવ્યા સામે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં દુનિયાભરમાં ભેલાયેલો કોરોનાવાયરસ આજે પણ આપણા જીવનમાંથી જવાનુ નામ નથી લઇ રહ્યો. જો કે હવે લોકો તેને સામાન્ય રીતે લેવા લાગ્યા છે પરંતુ આજે પણ તે કેટલો ઘાતક છે તે સમગ્ર વિશ્વમાં તેના કારણે સામે આવતા મોતનાં આંકડાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેનાથી બચવા માટે સતર્ક રહેવુ અને સરકાર દ્વારા કોરોનાને દૂર કરવા બનાવવામાં આવેલી ગાઇડલાઇનને અનુસરવુ યોગ્ય વિકલ્પ બની શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ