Covid-19/ ભાજપનાં વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોનાવાયરસ આજે પણ પૂર જોશમાં તેના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં પણ હવે તેના નવા કેસ સામે આવી રહ્યા છે.

Gujarat Others
  • જામનગરમાં માજી મંત્રી વસુબેન ત્રિવેદીને કોરોના
  • વસુબેન ત્રિવેદીનો પરિવાર પણ કોરોના સંક્રમિત
  • ભાજપના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી
  • તમામને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોનાવાયરસ આજે પણ પૂર જોશમાં તેના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં પણ હવે તેના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગુજરાતની સ્થિતિ પણ હવે ચૂંટણી બાદ ધીમે ધીમે ખરાબ થતી હોય તતેવો માહોલ દેખાઇ રહ્યો છે. આ વચ્ચે સામે આવી રહ્યુ છે કે, હવે જામનગરમાં માાજી મંત્રી વસુબેન ત્રિવેદી કોરોનાથી સંક્રમિત થયા છે.

Firing / યુપીનાં પ્રયાગરાજમાં મુખ્તાર અન્સારી ગેંગનાં બે શૂટર એન્કાઉન્ટમાં ઠાર

સામાન્ય નાગરિકથી લઇને દિગ્ગજ નેતાઓ કે અભિનેતાઓ પણ આ વાયરસથી બચી શક્યા નથી, ત્યારે જો ગુજરાતની વાત કરી એ તો થોડા દિવસો પહેલા જ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાી રૂપાણી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે હવે જામનગરમાં માજી મંત્રી વસુબેન ત્રિવેદીને કોરોના થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેટલુ જ નહી તેમનો પરિવાર પણ આ વાયરસથી સંક્રમિત થયો છે, જેના કારણે લોકોમાં ફફડાટ થઇ ગયો છે. કોરોના થયા બાદ તમામને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા તેઓ ડોક્ટરનાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.

News: રાજકોટથી ગૂમ થયેલ માનસીક રોગથી પીડિત બહેનને પરિવાર સાથે મિલાપ કરાવતી મહિલા પોલીસ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…