જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. મનીષા અને સુરજીતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ બન્નેની યુપીથી ધરપકડ કરવામાં આવી હતી.
મનીષા સાથે સુરજીતનાં વર્ષ 2009થી સંબંધો હોવાનુ પૂછપરછ દરમિયાન સામે આવી રહ્યુ છે. આ બન્નેની 10 મહિના બાદ યુપીથી ધરપકડ કરી ત્યારાબાદ તેમને રિમાન્ડ અર્થે અમદાવાદ લાવવામા આવ્યા હતા. 20 તારીખ સુધીનાં રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. મનીષા અને જ્યંતિ ભાનુશાળી વચ્ચે તબેલાને લઈને આર્થિક તકરાર થઈ હતી. તબેલાને લઈને શરૂ થયેલી તકરાર ચકચારી હત્યા સુધી પહોંચી હોવાનું ખુલ્યું છે. ઉપરાંત યુપીમાં આ બન્ને એક આશ્રમમાં રહેતા હોવાનુ પણ સામે આવ્યુ છે. આશ્રમમાં રહેવાનુ કારણ માત્ર એટલુ હતુ કે તે લોકોનો ખર્ચ પણ ઓછો થાય અને સાથે-સાથે તેઓની ઓળખ પણ છુપી રહે.
આપને જણાવી દઇએ કે, મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે તબેલાને લઈને તકરાર શરૂ થઇ હતી જે મામલો આખરે હત્યા સુધી પહોચી ગયો હતો. ભાનુશાળીએ મનીષાને પૈસા ના આપતા મામલો ગરમાયો હતો. તેટલુ જ નહી પૂછપરછમાં સામે આવ્યુ કે, આરોપી મનીષા ગોસ્વામી અને જ્યંતિ ભાનુશાળીની ધંધાકીય ભાગીદારી હતી. વધુમાં મનીષા ફરાર હતી તે દરમિયાન કોના સંપર્કમાં રહેતી હતી, તે પણ સામે આવ્યુ છે. હાલ તો બંને આરોપીઓની પૂછપરછમાં હત્યાકાંડ દરમિયાન છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સાથે સંપર્ક હોવાનું સામે આવ્યુ છે. જો કે બન્ને આરોપીઓની 20 તારીખ સુધી પૂછપરછ કરવામા આવશે અને કોઇ નવી હકીકતો પણ સામે આવી તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
