Statement by Jagdish Thakor : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે.. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે.તેમણે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા.આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
નોધનીય છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદનાં નરોડા ખાતે મતદાન કર્યું છે. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ ઠાકોર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, મતદાન થવું જ જોઇએ. મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને મનગમતી પાર્ટીને પસંદ કરી શકે છે. આ સાથે તેમણે અનેક પ્રહાર કરતા જણાવ્યુ કે, મતદાર સારું થઇ રહ્યું છે પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઇએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ધીમા ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. બીજાના બૂથો છે ત્યાં મશીન બરાબર ચાલે. આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ ફોન બંધ કરીને બેસી જાય છે. અત્યારે અમારા મતદાન બૂથો છે તેમાં મતદાન ધીમું ચાલે. અમે ફરિયાદો કરીએ તો એનો કોઇ નિકાલ નથી. ક્યાંય કાયદો, ચૂંટણી પંચ છે કે નહીં? આ સવાલો ઉભા થાય છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, પીએમ મોદીએ જે રોડ શો કર્યો છે તે અંગે ફરિયાદ પણ કરશે. ચૂંટણીની તમામ માહિતી માટે મંતવ્ય ન્યુઝ જોતા રહો.
