Gujarat News/ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર, 1 હજારથી વધુ એક્સ્ટ્રા ST બસ દોડશે

ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી 10 હંગામી એસટી બુટ ઉભા કરવામાં આવ્યા છે

Top Stories Gujarat

Gujarat News : પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી માં અંબાજી માતાજી નો પવિત્ર મહા મેળો યોજાય છે. દેશ વિદેશથી લાખોમાં ભક્તો મેળામાં પધારે છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ પગપાળા અને સંઘ લઈને માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે શું તમે પણ ભાદરવી પૂનમના મહા મેળામાં જવાનું વિચારી રહ્યા છો. તો આ મેળામાં કેવી રીતે પહોંચવું દર્શનનો સમય શું છે.

ભાદરવી પૂનમના મહા મેળે દરમિયાન લાખોની સંખ્યામાં આવતા ભક્તો માટે માતાજીના દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શનનો સમય 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામાયા દરમિયાન માઈ ભક્તો સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઇ શકશે અને અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં મુસાફરોની સુવિધા માટે એસટીના ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી 10 હંગામી એસટી બુટ ઉભા કરવામાં આવ્યા છે.

જેમાં 1000 થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. યાત્રાધામ અંબાજીમાં આવતા માઈ ભક્તો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર સંકુલ, 51 શક્તિપીઠ સર્કલ, ગબ્બર તળેટી અને પરિક્રમા પથ સહિત અંબાજીને જોડતા તમામ માર્ગો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પ્રત્યેક રોડ પર 108 એમ્બ્યુલન્સ સહિત ડોક્ટર અને નર્સનો સ્ટાફ 24 કલાક સાત દિવસ સુધી ખડે પગે રહેશે. જેમાં તમામ પ્રકારની દવાઓ અને એમર્જન્સી સારવાર ઉપલબ્ધ રહેશે.

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહા મેળામાં પોલીસ બંદોબસ્ત પણ એકદમ ચાંપતો રાખવામાં આવ્યો છે. મેળા દરમિયાન સમગ્ર અંબાજીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવશે. આ તમામ બંદોબસ્ત રેન્જ આઈજીને સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યો છે. જેમાં 56 પોલીસ ઇન્સ્પેક્ટર 20 ડીવાયએસપી 75 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત ચાર જેટલી કંપનીઓ જેમાં 2500 જી.આર.ડી જવાન 2500 થી વધુ પોલીસ જવાન અને 25 જેટલી SHE ટિમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેળામાં 350 થી વધુ સીસીટીવી કેમેરા અધ્યાધુનિક ટેકનોલોજી દ્વારા સમગ્ર મેળા ઉપર બાજ નજર રાખવામાં આવશે.

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર મેળામાં આવતા માઈ ભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોહનથાળ પ્રસાદ મફત ભોજન અને રહેઠાણ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મસ્ત મોટા ડોમ બાંધીને આ યાત્રિકોની સવલતમાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્રણ દિવસ સુધી અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ યાત્રિકને કોઈપણ જાતની તકલીફ ન પડે તે હેતુથી અંબાજી મંદિર દ્વારા ક્યુ આર કોડ પણ બનાવવામાં આવ્યો છે. જેના થકી યાત્રિકો પાર્કિંગ સ્થળ બસ સ્ટેન્ડ અને ભોજન શાળા સુધી આરામથી આ કયું આર કોડને સ્કેન કરી google મેપના મારફતે પહોંચી શકશે. માં જગત જનની જગદંબાનો આ મેળો લાખો ભક્તોની આ સ્થાનો એક પ્રતીક છે. દિવસ સુધી અંબાજીની જોડતા તમામ માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે અને અરાવલીની ગિરિમાળાઓમાં ભક્તિ શક્તિ અને પ્રકૃતિનો એક અનોખો સંગમ રચાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ

આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર