Gujarat News/ મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ

ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા

Top Stories Gujarat

Gujarat News : મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસની ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે ઓરેવા કંપનીના સત્તાધીશોને ઉધડા લીધા હતાં.આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માગી હતી. સાથો સાથ કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે. અત્રે જણાવીએ મોરબી ખાતેના પીડિતોનો સરવે થયો છે ત્યારે હવે રાજકોટ અને જામનગરના પીડિતોનો પણ સરવે થઇ શકે છે. જો કે, આ કેસની વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે

30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. જે દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના કેસમાં 9થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ અત્યારે પણ જેલમાં છે. મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.

સરકારે વળતર અંગેના મુદ્દા પર પીડિતો સાથે વાતચીત કરવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે મોરબી જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટ, કંપની અને પીડિતો વચ્ચે વળતરને લઈને કાયદેસરનાં કાગળિયાં થવાં જોઈએ. કોર્ટે કહ્યું હતું કે કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા 15 લાખ રૂપિયા ઓછા છે. ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફાળવવા જોઈએ. કાલે ઊઠીને કંપની કહે કે પીડિતોને વળતરની જરૂર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો એવું પણ બની શકે, કોઈને કંપની પર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં! 133 મૃતકોના પરિવાર વચ્ચે 15 લાખ રૂપિયા કશું કહેવાય નહીં! કોર્ટને કંપની પર જરા પણ વિશ્વાસ નથી. કોર્ટ કંપની સામે દલીલ કરવા નથી માગતી, કંપની કોઈ દાન આપી નથી રહી. SITના રિપોર્ટમાં સ્પષ્ટપણે કંપની દોષિત છે. નગરપાલિકા પાસેથી બ્રિજનો કોન્ટ્રેક્ટ લઈને જેને કશું નહોતું આવડતું તેને કોન્ટ્રેક્ટ આપી દીધો. વળતર સિવાય બીજા કોઈ મુદ્દે કોર્ટ કંપની સાથે વાત કરવા તૈયાર નથી. પીડિતોને 12 હજાર રૂપિયા ચૂકવવામાં પણ કંપની દલીલો કરે છે!

કોર્ટે કહ્યું હતું કે કંપનીની પીડિતો પ્રત્યેની જવાબદારી કાનૂની રીતે નક્કી થવી જોઈએ. ત્રણ મહિનાની અંદર પીડિતોનાં નામે 50 લાખની ફિક્સ ડિપોઝિટ મૂકવામાં આવે. જેથી યોગ્ય સમયે તેમને કામ લાગે. પીડિતોને પોતાના હક પ્રત્યે જાગ્રત કરવા માટે ઓથોરિટીએ શું કર્યું છે? કોર્ટ કમિશનરે જણાવ્યું હતું કે મોરબીના પીડિતો તો હજુ સુધી દુઃખી છે. એક પીડિત પુરુષ ઘટનાને યાદ કરતાં જ મહિલાઓ સામે પણ રડવા માંડ્યો હતો. ઝૂલતા બ્રિજમાં વૃદ્ધો નહોતા આવ્યા, આ દુર્ઘટનામાં સૌથી વધુ યુવાનો અને બાળકોનાં મૃત્યુ થયાં છે. એક પરિવાર હજી પણ પોતાના સ્વજનની દુર્ઘટના પહેલાંની મોબાઈલ-ક્લિપ જોઈને રડી પડે છે. એક મહિલાને 04 વર્ષનું બાળક ખોળામાં હતું અને આ દુર્ઘટનામાં તેમને મોત મળ્યું. ઘણા પરિવારોમાં ઘર ચલાવતા યુવાનોનું મોત થયું છે. એક મહિલા આ દુર્ઘટના પહેલા વિધવા થઈ હતી, ત્યારે આ દુર્ઘટનામાં તેણે કમાતા દીકરાને ગુમાવ્યો હતો. આ પીડિતોમાં 10 વિધવાનો સમાવેશ થાય છે, જેમના બાળકો ભણી રહ્યાં છે તેમને પણ મદદ કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!

આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ