Gujarat Weather News: આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વરસાદથી (Scattered Rain) સમગ્ર વિસ્તારો ભીંજાયેલા રહેશે. બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલી સિસ્ટમને કારણે વર્ષાનું આગમન થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (IMD) ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં બનાસકાઠાં, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદે ગુજરાતને ધમરોળ્યું હતું, ત્યારે ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ભારતમાં ચક્રવાત નબળું પડી ગયું અને તેની અસર હવે નૈઋત્યના પવનો પર થશે. આગામી દિવસોમાં નવી સિસ્ટમ એક્ટિવ થતાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં આવશે. જેને લઈ ગુજરાત વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. 9 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં 20 થી 22 તારીખ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.
હાલ, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું. એ પણ જોવા મળ્યું હતું કે કુદરત આગળ માણસ કેટલો લાચાર છે!
આ પણ વાંચો:ગુજરાત પર ફરી વરસાદી આફતના વાદળ, ભરૂચનું આસરમા ગામ બેટમાં ફેરવાયું
આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ