Gujarat Rain Live :/ ગુજરાત પર ફરી વરસાદી આફતના વાદળ, ભરૂચનું આસરમા ગામ બેટમાં ફેરવાયું

ગુજરાતમાં ફરી વરસાદ તબાહીનું તાંડવ મચાવી શકે છે. રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Uncategorized
Cricket Tutorials YouTube Thumbnail 51 ગુજરાત પર ફરી વરસાદી આફતના વાદળ, ભરૂચનું આસરમા ગામ બેટમાં ફેરવાયું

Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદ તબાહીનું તાંડવ મચાવી શકે છે. રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ આગળ વધતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સોમવારથી ફરી રાજ્યમાં હળવાથી લઈને ભારે વરસાદનો કહેર જોવા મળ્યો.

ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પડતી હાલાકીને લઈને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા.  રાહત કમિશ્નર આલોક પાંડેની પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું કે ત્રણ લાખ 95 હાજર લોકોને કેશડોલ ચૂકવાઈ હોવાની માહિતી આપી. પૂરથી 14 જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા. રાજય સરકારે તમામ જિલ્લાઓને પુરતી સહાય પહોચાડી.  પુર પીડિતોને તાત્કાલિત સહાય પેટે 5-5 હજારની સહાય ચૂકવી.

 બનાસકાંઠા વરસાદ 

 બનાસકાંઠાના કાંકરેજમાં બે દિવસથી અવિરત વરસાદ વરસ્યો હતો. ત્યારે કાંકરેજ વિસ્તારમાં ધીમીધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.થરા, ખારિયા, ઉણ, સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો તેમજ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Weather Update

ભરૂચ 14:30 PM

ભરૂચમાં હાંસોટનું આસરમા ગામ બેટમાં ફેરવાયું. કિમ નદીના પાણીનું પાણી ગામમાં ફરી વળ્યું. પાણી ગામમાં ફરતા ગામ બેટમાં ફેરવાયું. ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું.

શંખેશ્વર 14:15 PM

પાટણમાં શંખેશ્વર તાલુકામાં વરસાદી માહોલ. બપોર થતાની સાથે શંખેશ્વર તાલુકામાં મેઘરાજાનું આગમન. શંખેશ્વરમાં ધીમીધારે વરસ્યો વરસાદ. પાડલા, પચાસર, લોલાડા સહિતમાં વરસાદ. શંખેશ્વરમાં ધીમીધારે વરસ્યો વરસાદ. પાડલા, પચાસર, લોલાડા સહિતમાં વરસાદનું જોર.

બનાસકાંઠા 14:03 PM

બનાસકાંઠામાં ધાનેરામાં જામ્યો વરસાદી માહોલ. સવારથી ધાનેરા અને ગ્રામીણમાં વરસાદ. વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી. સવારથી ધાનેરા અને ગ્રામીણમાં વરસાદ.

અંજાર 13:15 PM

પૂર્વ કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ. લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ
લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ.

આણંદ 12:10 PM

આણંદના મહીસાગર નદીમાં પાણી છોડાયું. ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં છોડાયું પાણી. નદીમાં 2.68 લાખ ક્યુસેક પાણી છોડાયું
આણંદ જિલ્લાના 26 ગામોને કરાયા એલર્ટ. તલાટીઓને હેડક્વાર્ટર નહી છોડવા આદેશ.

સુરત 12:00 AM

સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદીનાં પાણી ફરતા સ્ટેટ હાઇવે માર્ગ બંધ થયો. પુરને લઇ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેટ હાઇવે વડોલી ચોકડી પર પાણી ભરાયા. બેરિકેટ ગોઠવી માર્ગ બંધ કરાયો. માર્ગ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. મામલતદારે મુલાકાત લઇ તાગ મેળવ્યો. ઓલપાડના વડોલી, ઉમરાછી પાણીમાં ગરકાવ થયો. હાઇવે પર નદીના પાણી ફરતા વાહન વ્યવહાર બંધ. વડોલી ગામનાં હલપતિ વાસમાં પાણી ભરાયા. ઉમરાછી ગામનો માર્ગ બંધ થતા સ્થાનિકો પરેશાન. નદી કિનારે આવેલા ગામોમાં ભરાયા પાણી.

કિમ નદીમાં ભારે પાણીની આવક થઈ. માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. વાલીયામાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. કોસંબાથી કીમ માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા. માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા.

બનાસકાંઠા 11:40 AM

બનાસકાંઠામાં અમીરગઢમાં વરસાદી માહોલ. પંથકમાં આજે બીજા દિવસે પણ વરસ્યો વરસાદ. ઈકબાલગઢમાં વરસાદથી બજારોમાં પાણી ભરાયા.  ઈકબાલગઢ અંડર બ્રિજમાં ભરાયા ઘૂંટણસમા પાણી.  અંડર બ્રિજમાં પાણી ભરાયા લોકોને ભારે હાલાકી.

ભરૂચ 11:12 AM

ભરૂચમાં હાંસોટમાં કિમ નદીના પાણી ફર્યા. આસરમા ગામે પાણીએ વેર્યો વિનાશ. કિમ નદીના પાણી ગામમાં પ્રવેશ્યા. અવરજવરનો રસ્તો કરાયો બંધ. હાંસોટમાંથી 166 લોકોનું કરાયું સ્થળાંતર. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

પાલનપુર 09:49 AM

પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાયા. 48 કલાક વીતવા છતાં હાઇવે પર પાણી યથાવત. આજે પણ 2 ફૂટ જેટલા પાણી છે ભરાયેલા. પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઇ કાર્યવાહી નહી. કોઇ જ પ્રકારની કાર્યવાહી ના કરાતા વાહન ચાલકોમાં રોષ. અંબાજી ને જોડતો માર્ગ હોય મોટી સંખ્યામાં અહીંયા થી વાહન ચાલકો પસાર થાય છે. તંત્ર દ્વારા સત્વરે પાણીનો નિકાલ કરવા માં આવે તેવી વાહનચાલકો સહીત રાહદારીઓ ની માંગ.

પાટણ 08:34 AM
પાટણ અને રાઘનપુરમા વહેલી સવારથી વરસાદ. પાટણના અનેક તાલુકામાં પવન સાથે વરસાદ . પાટણ,રૂની,કમલીવાડા,ગોલાપૂરમાં વરસાદથી કઠોર-કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી. લાલબાગ, શેઠ કેબી, મસાલી રોડ પર પાણી, રાધનપુરમાં ઠેર ઠેર પાણી વરસાદી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી.

સુરત 08:29 AM

સુરતની કિમ નદીમાં જળસ્તર વધ્યા. ઓલપાડનું ઉમરાછીગામ સંપર્ક વિહોણું. વરસાદને લઇ કિમ નદીમાં પાણીની ભારે આવક થઈ. વડોલીથી ઉમરાછીગામના માર્ગ પર પાણી. ઉમરાછીગામ બીજી વખત સંપર્ક વિહોણું બન્યું.

બનાસકાંઠા 08:25 AM
બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે વરસાદ પડયો. દાંતીવાડા અને ધાનેરા પંથકમાં ભારે વરસાદથી લોકોને હાલાકી. દાંતીવાડામાં અઢી ઇંચ ખાબકયો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદ ફરી વરસાદ થતા બાજરી, જુવાર,મગફળીના પાકોને ફાયદો થશે.

IMD: 06:50
વરસાદને લઈને હવામાન વિભાગે આગહી કરી છે. ચાર સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભરૂચ,સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં પણ અતિ ભારે વરસાદ ખાબકશે. જ્યારે અમદાવાદ , ગાંધીનગરમાં છુટા છવાયો વરસાદ પડશે. આણંદ , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા , ડાંગ , પંચમહાલ , બનાસકાંઠા , સાબરકાંઠા , પાટણ , મહેસાણા , રાજકોટ , અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ.