Not Set/ ભારતને બીજો ગોલ્ડ, વેઇટલીફ્ટર સંજીતાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્ચો

ગોલ્ડ કોસ્ટ, મહિલા વેઇટલિફ્ટર સંજીતા ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. સંજીતા ચાનૂએ પોતાના શાનદાર પ્રદર્શનના બળ પર મહિલાઓના ૫૩ કિલોગ્રામ વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ચાનૂએ સ્નેચમાં ૮૪ કિલોગ્રામ વજન ઉઠાવી કોમનવેલ્થનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે ૧૦૮ કિલોગ્રામ વજન ઉઠાવ્યુ […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

મહિલા વેઇટલિફ્ટર સંજીતા ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. સંજીતા ચાનૂએ પોતાના શાનદાર પ્રદર્શનના બળ પર મહિલાઓના ૫૩ કિલોગ્રામ વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ચાનૂએ સ્નેચમાં ૮૪ કિલોગ્રામ વજન ઉઠાવી કોમનવેલ્થનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે ૧૦૮ કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતું. આમ તેણે કુલ ૧૯૨ કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.

આ સ્પર્ધામાં સિલ્વર મેડલ પાપુઆ ન્યુગિનીની લાઉ ડીકા તાઉને મળ્યો છે જેણે કુલ ૧૮૨ કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતું. જ્યારે કેનેડાની રશેલ બ્લેંગાંગે ૧૮૧ કિલોગ્રામ વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસે મીરાબાઈ ચાનૂએ મહિલાઓના ૪૮ કિલોગ્રામ વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંજીતા ચાનૂએ ચાર વર્ષ પહેલા ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું ત્યારે ૨૦ વર્ષીય સંજીતા ચાનૂએ તમામને ચોંકાવતા ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો હતો. ત્યારે તેણે ૪૨ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુંજરાની દેવીને આદર્શ માનતી સંજીતા સ્વભાવમાં ખૂબ જ શર્માળ છે પરંતુ જ્યારે તે મેદાનમાં ઉતરે છે ત્યારે તેનુ અલગ જ રૂપ જોવા મળે છે.