Gandhinagar News: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં (Exam Pattern) મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નનો ગુણભાર 80 ટકાથી ઘટાડી 70 ટકા કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy- 2020 ) મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે હવે ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવેથી 9 અને 11મા ધોરણમાં પહેલી અને બીજી પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષા પ્રશ્નો અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં (Objective questions) વિકલ્પ પણ આપવામાં આવશે.

સંસ્કૃત પ્રથમ અને મધ્ય પરીક્ષામાં 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાનો બોજ હળવો કરવા શૈક્ષણિક પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે 30 ટકા હેતુલક્ષી અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. ધોરણ 9માં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત વિષય અને 11મા ધોરણમાં ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, હિન્દી, સંસ્કૃત, નામાના મૂળતત્વો (એકાઉન્ટ), આંકડાશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સહિતના સામાન્ય પ્રવાહ અને આટર્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ધોરણ 10 અને 12માં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી ધોરણ 9 થી 12 સુધીની પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની વિચારણા કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ્યનાં શિક્ષણ વિભાગે જૂના શિક્ષકો અંગે લીધો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિસ્તરી છે શિક્ષણની ક્ષિતિજો
