Valsad News/ વલસા઼ડમાં દારૂના જથ્થા સાથે 10 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીને ઝડપી લીધા, ત્રણ આરોપી ફરાર

Top Stories Gujarat Breaking News

Valsad News : સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે વલસાડમાં હાઈવે પર રાહગીર હોટેલ સામે વાગલધારા પાસે વાહનમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે વાહન અટકાવી અંદરથી રૂ. 3,90,240 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ અને વાહન મળીને કુલ રૂ. 10,05,240 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે અલ્પેશ એસ.પરમાર અને સુનિલ બી.પરમારની ધરપકડ કરી હતી. બન્ને વડોદરાના વાઘોડીયાના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનારા, સેલવાસમાંથી દારૂનો જથ્થો ભરી આપનાર મળીને કુલ ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ડુંગરી પોલીસ સ્ટેશન કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી

આ પણ વાંચો:પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે

આ પણ વાંચો:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત