Gandhinagar News: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકોની ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી બાબતે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકોની ભરતી બાબતે વિધિવત્ ઠરાવ પસાર કર્યો છે.
સરકારે પસાર કરેલા ઠરાવ મુજબ ઓછામાં ઓછો 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ફરજીયાત કરવામાં આવ્યો છે. સેવામાં હોય તેવા શિક્ષકો જ અરજી કરી શકશે. શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અરજદાર શિક્ષક અનુભવ ઉપરાંત હાલ સેવામાં હોય તેવા શિક્ષકો જ અરજી કરી શકશે.
એટલું જ નહીં, જાહેરાતની તારીખે બે વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજી કરી શકે તેવી ઠરાવમાં જોગવાઈ કરવામાં આવી છે. અરજદાર શિક્ષક નોકરી દરમિયાન એક પણ વખત ભરતી અને બદલીમાં જૂના શિક્ષક તરીકેનો લાભ લીધેલો ન હોવો જોઈએ તેવી પણ જોગવાઈ કરી છે. ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમ્યાન જૂના શિક્ષક તરીકે ભરતી/બદલીનો લાભ માત્ર એક વખત મળવાપાત્ર થશે. વર્ષ 2011માં કેન્દ્રીયકૃત ભરતી બાદ ઊભી આ માંગણી થઈ હતી. આખરે ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:સુરતમાં પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા
આ પણ વાંચો:રાજકોટમાં રસ્તાઓ બન્યા બિસ્માર, ખાડાઓ ‘જીવલેણ’
આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત
