Gujarat IMD Forecast: ગુજરાતમાં (Gujarat) આજે ગાજવીજ સાથે ભારે વરસાદ (Heavy Rain) પડશે. વરસાદને લઈને હવામાન વિભાગની આગહી કરી છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા અનેક વિસ્તારોને ઘમરોળશે. હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારો ફરી પાછો ભારે વરસાદ જોવા મળશે. ભરૂચ,સુરત, નવસારી, તાપીમાં ભારે વરસાદ જોવા મળશે તો વલસાડ, દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયો વરસાદ પડશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું.
ગતસપ્તાહે ભગવાન કૃષ્ણ જન્મની ઉજવણીના તહેવાર એવા જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં મુશળધાર વરસાદે કહેર મચાવ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. નદી અને તળાવોમાં જળસ્તરમાં વધારો થયો હતો. તો મોટાભાગે ખાલી જોવા મળતું ગાંધીનગરનું સંત સરોવર સહિત રાજ્યમાં અનેક ડેમમાં પાણીનો પ્રવાહ વધતા દરવાજા ખોલવામાં આવ્યા હતા. નાગરિકોને એક બાજુ વરસાદ અને બીજી બાજુ ડેમમાંથી પાણીનો આવતો પ્રવાહના કારણે ઘરોમાં પૂરાઈ રહેવાની સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનું જોર રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આણંદ , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા , ડાંગ , પંચમહાલ , બનાસકાંઠા , સાબરકાંઠા , પાટણ , મહેસાણા , રાજકોટ , અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારે વરસાદ જોવા મળશે. આગામી ત્રણ કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે. બનાસકાંઠા ,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,દાહોદ પંચમહાલ, ખેડા,આણંદ,વડોદરા,છોટા ઉદેપુર ,ભરૂચ ,નર્મદામાં ભારે વરસાદનું જોર રહેશે. તો ગીર સોમનાથ અને જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.
કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી જામનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ
આ પણ વાંચો:IMDની આગાહી, રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, અપાયું રેડ એલર્ટ
આ પણ વાંચો:આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી