સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો મુખ્યત્વે ઘઉં, મગફળી, કપાસ, તલ, એરંડા સહિતના પાકોનું વાવેતર કરતા હોઈ છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં નર્મદા કેનાલ આવ્યા બાદ ખેડુતો રોકડીયા પાકો તરફ પણ વળ્યા છે અને નર્મદા કેનાલના લાભો લઈ અને ખેડુતો સમૃધ્ધ બન્યા છે.પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ, ખારવા, બલદાણા, ગોમટા જેવા ગામોના ખેડુતો માટે નર્મદા નહેર એક સોભાના ગાંઠીયા સમાન સાબીત થયેલ છે.

ખેડુતોએ પોતાની માહામુલી જમીન નર્મદા કેનાલ આવતા કપાતમાં આપી હતી અને ખેડુતોને એમ હતુ કે નર્મદા કેનાલ આવતા ખેડુત સમૃધ્ધ બનશે અને વર્ષ દરમિયાન બે પાકો લઈ શકશે અને વરસાદ પર આધાર રાખવો નહિ પડે પરંતુ વઢવાણ તાલુકાના ખેડુતોની આશાઓ ઠગારી નીવડી અને અગીયાર વર્ષ પહેલા બનેલી કેનાલમાં કોઇ દિવસ પાણી જ ન આવ્યુ.

વઢવાણ તાલુકાના ખેડુતોએ તંત્ર પાસે અવાર નવાર કેનાલમાં પાણી છોડવા માંગ કરી પરંતુ તંત્ર એ જવાબ આપ્યો કે આગળ જતા એક સૌ મીટર જેટલી કેનાલ બનાવવાની જ ભુલાઈ ગયેલ છે આ કેનાલ બન્યા બાદ પાણી છોડવામાં આવશે ત્યારથી અવાર નવાર વઢવાણ તાલુકાના ખેડુતો નમર્દાના અધિકારીઓ પાસે એકસો મીટરનો કટકો બનાવી અને કેનાલમાં પાણી આપવા માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર ના બહેરા કાને કોઈ જ ખેડુતોનો આવાજ પોહોચતો નથી જેથી ખેડુતોની જમીન હવે પાણી વગર બીન ઉપજાઉ થતી જાય છે.

બીજી બાજુ અગીયાર વર્ષથી બનાવેલ કેનાલમાં હાલ બાવળીયા ઉગી નિકળીયા છે અને કેનાલ ઠેક ઠેકાણે જર્જરિત થયેલી જેવા મળે છે જેથી વઢવાણ તાલુકાના ખેડુતોએ નવી આવેલી ભાજપ સરકાર પાસે આશા સેવી છે કે તાત્કાલિક અગીયાર વર્ષથી ખાલી ખમ કેનાલમાં પાણી છોડવામા આવે અને ખેડુતોની ફરીયાદ સાભળે નહિ તો ખેડુતો હવે આંદોલનના માર્ગે જવા તૈયારીઓ કરી રહ્યા છે.તો બીજી તરફ જયારે મંતવ્ય ન્યુઝની ટીમે નર્મદા અધિકારીઓ પાસે મત જાણવાનો પ્રયાસ કર્યો તો આ બાબતે કાઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો:કતારગામમાં લવ જેહાદ મામલે વિરોધ, એક મહિનામાં જ ત્રણ યુવતીઓને ભગાડી ગયા
આ પણ વાંચો:સુરતના સારોલી વિસ્તાર બેફામ દોડતી બોલેરો હોટલમાં ઘુસી અને પછી શું થયું જુઓ
