સુરત/ કતારગામમાં લવ જેહાદ મામલે વિરોધ, એક મહિનામાં જ ત્રણ યુવતીઓને ભગાડી ગયા

બાપા સીતારામ ચોક ખાતે લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વિધર્મી યુવાનો યુવતીઓને ભગાડી જાય છે

Gujarat Surat
લવ જેહાદ
  • સુરતના કતારગામ વિસ્તારની ઘટના
  • કતારગામમાં લવ જેહાદ ને લઈ વિરોધ
  • ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી ગયાનો બનાવ
  • એક મહિનામાં જ ત્રણ યુવતીઓને ભગાડી ગયા
  • બાપા સીતારામ ચોક ખાતે લોકોનો વિરોધ નોંધાવ્યો
  • સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રાખી વિરોધ કરાયો

સુરતના કતારગામ વિસ્તારમાં લવ જેહાદને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું..એકક મહિનામાંજ ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી જતા લોકોમાં રોષ વ્યાપી નિકળ્યો છે. ત્યારે બાપા સીતારામ ચોક ખાતે લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વિધર્મી યુવાનો યુવતીઓને ભગાડી જાય છે અને લવ જેહાદનો યુવતીઓ ભોગ બની રહી છે.લવ જેહાદને લઈ કડક કાયદો હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા નથી.

આ અગાઉ પણ ઓક્ટોબરમાં કતારગામ વિસ્તારમાં લવ જેહાદ માટે જાગૃતિ માટે પોસ્ટર બેનર જોવા મળ્યા હતા. શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો હતો અને તેના કારણે શહેરની શાંતિ જોખમાય રહી હતી તેવી પોસ્ટ સોશિયલ મિડિયામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી હતી.

આ પણ વાંચો:સુરતના સારોલી વિસ્તાર બેફામ દોડતી બોલેરો હોટલમાં ઘુસી અને પછી શું થયું જુઓ

આ પણ વાંચો:પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે લીધા શપથ, નવા અધ્યક્ષ તરીકે જાણો કોણે ભર્યુ ફોર્મ

આ પણ વાંચો:ગાંધીનગરમાં આજે તમામ ધારાસભ્યો શપથગ્રહણ કરશે, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ