કાંકરેજ/ મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને વડા ખાતે કરાયું વૃક્ષારોપણ

મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સામાજિક ઉદ્દાત હેતુથી પ્રેરણાઇ ને આગામી દિવસ પાંચમી જૂન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 લાખ વૃક્ષો વાવીને ઉછેરવાને કામગીરી હાથ ધરવાના છીએ.

Gujarat Others
વૃક્ષારોપણ

મંતવ્ય ન્યૂઝ ચેનલ ગુજરાત ભરમાં 75 લાખ વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તે પ્રેરણા લઈ વડા ખાતે સ્વ શ્રી રણધીરસિંહ શનુભા વાઘેલાની વાર્ષિક પૂર્ણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સામાજિક ઉદ્દાત હેતુથી પ્રેરણાઇને આગામી દિવસ પાંચમી જૂન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે 75 લાખ વૃક્ષો વાવીને ઉછેરવાને કામગીરી હાથ ધરવાના છીએ ત્યારે કાંકરેજ તાલુકાના વડા ખાતે મંતવ્ય ન્યૂઝના આ અભિયાનથી પ્રેરાઈને પ્રથમ શ્રદ્ધાંજલિ નિમિત્તે દ્વારકાધીશ એજ્યુકેશન એન્ડ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ શ્રી રણધીરસિંહ શનુભા વાઘેલાની વાર્ષિક પૂર્ણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Untitled 74 1 મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને વડા ખાતે કરાયું વૃક્ષારોપણ

તેમજ રણધીરસિંહ વાઘેલાની દીકરીઓ દ્વારા આવેલ સાધુ સંતોને ભેટ પૂજા પણ આપવામાં આવી હતી જેમાં પિંકલબા વાઘેલા, સરધાબા વાઘેલા, તથા દિવ્યાબા વાઘેલા, તથા ભાગ્યશ્રીબા વાઘેલા ચાર દીકરીઓ ભેટ પૂજા કરી હતી પ્રસંગે રણધીરસિંહ વાઘેલા પરિવાર સહિત મોબતસિંહ વાઘેલા ડે.સરપંચ વડા તેમજ જયંતીલાલ કાળીદાસ જોશી, પ્રકાશ મહારાજ ઢટોસણ,  જોગમાયાના પુજારી વિજય મહારાજ,પ્રભાત ભારતી ગોસ્વામી રેડિયો કલાકાર,લોક સાહિત્ય કલાકાર કેદાર કવિ,નાઈ હરદાસભાઇ સહિત પરિવાર ઉપસ્થિતિ રહી ને પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ આપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Untitled 74 3 મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને વડા ખાતે કરાયું વૃક્ષારોપણ

તેમજ આગામી પાંચ જૂન મંતવ્ય ન્યૂઝ અભિયાન અંતરગત વડા ખાતે મોટા પ્રમાણ વૃક્ષારોપણ કરવામાં આવશે તેવું ડે.સરપંચ મોબતસિંહ  વાઘેલાએ જણાવ્યું હતું ત્યારે આપણ જન્મ તિથિ મરણતીથી શ્રદ્ધાંજલિ સહિત અને કાર્યક્રમોમાં જે તે વ્યક્તિના નામથી વૃક્ષારોપણ કરીને તેમને યાદગીરી સાચવી શકો છો.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ