Not Set/ સુરત/ ઓલપાડમાં ગુજરાત ખેડૂત સમાજનો કૃષિ બીલ મામલે વિરોધ, ખેડૂતોની કરાઈ અટકાયત

સુરત ના ઓલપાડ ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારના કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.  આજે ઓલપાડના હાથીસા ત્રણ રસ્તા ખાતે ખેડૂતો ભેગા થયાં હતાં. કેન્દ્ર સરકારના કૃષિ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ અલગ અલગ પ્લે કાર્ડ બતાવી સરકારનો વિરોધ કર્યો હતો.  ત્યારે વિરોધ પ્રદર્શનમાં […]

Gujarat Surat
e9fa343cd5f2710852e8bb0d580ea2d3 સુરત/ ઓલપાડમાં ગુજરાત ખેડૂત સમાજનો કૃષિ બીલ મામલે વિરોધ, ખેડૂતોની કરાઈ અટકાયત

સુરત ના ઓલપાડ ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારના કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.  આજે ઓલપાડના હાથીસા ત્રણ રસ્તા ખાતે ખેડૂતો ભેગા થયાં હતાં. કેન્દ્ર સરકારના કૃષિ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ અલગ અલગ પ્લે કાર્ડ બતાવી સરકારનો વિરોધ કર્યો હતો. 
ત્યારે વિરોધ પ્રદર્શનમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, ઉપ પ્રમુખ જયેશ પાલની આગેવાની માં કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂત સમાજ રેલી યોજી ઓલપાડ મામલતદારને આવેદન પત્ર પણ પાઠવવાનું હતું. 
ઓલપાડ મામલતદારને આવેદન પત્ર પાઠવે એ પહેલાં જ પોલીસે ખેડૂતો ની અટકાયત કરી હતી.  ખેડૂતોએ બજારની દૂકકનો બંધ કરાવતા પોલીસે ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત ૧૦ જેટલા ખેડૂતો ની અટકાયત કરી હતી, પોલીસે વિરોધ કરી રહેલા ૧૦ જેટલા ખેડૂતો ને નજર કેદ કર્યા છે,સરકાર ના કૃષિ સુધારા બિલ ને લઈ ખેડૂત સમાજ માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  ત્યારે ખેડૂત સમાજ ની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સુધારા બિલ ને રદ્દ કરવામાં આવે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.