GST raid/ રાજ્યભરમાં મોબાઇલ વિક્રેતાઓને ત્યાં દરોડાઃ તહેવાર ટાણે કાર્યવાહીથી બજારમાં સોંપો

રાજ્યભરના મોબાઇલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની સ્ટેટ ટીમે દરોડા પાડતા સન્નાટો ફેલાઈ ગયો છે. તહેવાર સમયે જ દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
GST Raid રાજ્યભરમાં મોબાઇલ વિક્રેતાઓને ત્યાં દરોડાઃ તહેવાર ટાણે કાર્યવાહીથી બજારમાં સોંપો

ગાંધીનગરઃ રાજ્યભરના મોબાઇલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની સ્ટેટ ટીમે દરોડા પાડતા સન્નાટો ફેલાઈ ગયો છે. તહેવાર સમયે જ દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. સ્ટેટ જીએસટી ટીમે અમદાવાદમાં સહિત લગભગ 80 સ્થળોએ દરોડા પાડ્યા છે.

જીએસટીના અધિકારીઓની ઓચિંતી તપાસના પગલે કસૂરવાર મોબાઇલ વિક્રેતાઓ પણ ચોંકી ગયા હતા, સ્ટેટ જીએસટીનું આ પગલું તેમની કલ્પના બહારનું હતું. સામાન્ય રીતે તહેવારોના સમયે દરોડા પાડવામાં આવતા હોતા નથી. પણ હવે તો આ આ માન્યતાને પણ ભુક્કો બોલી જતા સ્ટેટ બજાર સ્તબ્ધ થઈ ગયું હતું.

જીએસટીના દરોડાને લઈને સૂત્રો પાસેથી મળતી વિગત પેઢીઓ દ્વારા 22 કરોડ રૂપિયાથી વધુ રકમની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) લીધી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત બીજી મહત્વની બાબતનો એ પણ પર્દાફાશ થયો છે કે મોબાઇલનું રોકડેથી અને બિલ વગર વેચાણ થતું હોવાની વાત પણ બહાર આવી છે.

આ ઉપરાંત કરચોરી કરનારા વેપારીઓ દ્વારા હિસાબો બરોબર કરવામાં આવતા ન હોવાની વાત પણ બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેના પછી તપાસના સ્થળ પર જ ત્રણ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત 500 મોબાઇલ પણ જપ્ત કરવામાં આવતા બજારમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.

અમદાવાદમાં રીલિફ રોડ પર આવેલા મંગલમૂર્તિ મોબાઇ માર્કેટમાં પણ એક વેપારીને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યમાં હજી પણ મોબાઇલ વિક્રેતાઓને દરોડાની કામગીરી ચાલુ જ છે, આમ મોબાઇલ વિક્રેતાઓની દશેરા  જીએસટીવાળાએ બગાડી છે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યભરમાં મોબાઇલ વિક્રેતાઓને ત્યાં દરોડાઃ તહેવાર ટાણે કાર્યવાહીથી બજારમાં સોંપો


 

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં મોતનો ‘તાંડવ’, પરિવારજનોની ઓળખ માટે નિર્દોષ લોકોના પગ પર લખાવ્યા નામ

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં મોતનો ‘તાંડવ’, પરિવારજનોની ઓળખ માટે નિર્દોષ લોકોના પગ પર લખાવ્યા નામ

આ પણ વાંચોઃ  Israel Hamas War/ ઇઝરાયલી સેનાએ લેબેનોનમાં એર સ્ટ્રાઇક કરી, આતંકવાદી ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા