Not Set/ હત્યા/ નકલી ફેસબુક આઈડી બનાવીને આરોપીએ કમલેશ તિવારી સાથે દોસ્તી કરી હતી

હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના આરોપી અશફાકે રોહિત સોલંકી નામના નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને આ ફેક આઈડી થકી તેણે ફેસબુક પર કમલેશ તિવારી સાથે મિત્રતા વધારી હતી. હોટલમાંથી અનેક પુરાવા મળ્યા છે. હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીનું ગળું દબાવવામાં આવ્યું […]

Top Stories India
હત્યા હત્યા/ નકલી ફેસબુક આઈડી બનાવીને આરોપીએ કમલેશ તિવારી સાથે દોસ્તી કરી હતી

હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના આરોપી અશફાકે રોહિત સોલંકી નામના નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને આ ફેક આઈડી થકી તેણે ફેસબુક પર કમલેશ તિવારી સાથે મિત્રતા વધારી હતી.

હોટલમાંથી અનેક પુરાવા મળ્યા છે. હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીનું ગળું દબાવવામાં આવ્યું હતું, તો હત્યારાઓનાં કપડાં અને બેગ પણ હોટેલ માં થી મળી આવ્યા છે.

હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એટીએસ) ના સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના આરોપી અશફાકે કાવતરાના ભાગ રૂપે રોહિત સોલંકી નામની ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને આ દ્વારા તેણે ફેસબુક પર કમલેશ તિવારી સાથે મિત્રતા વધારી હતી.

બનાવટી ફેસબુક આઈડી દ્વારા તેમણે કમલેશ તિવારી સાથે ફોન પર  વાતચીત કરી અને સંગઠનમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. જે બાદ મળવાનું નક્કી કરાયું હતું.

હત્યારાઓએ કમલેશ તિવારીને મળતા પહેલા ફોન પર વાત કરી હતી

કમલેશ તિવારી હત્યા કેસ બાદ તેના સેવક સ્વરાજિતજીતસિંહે મીડિયાને જણાવ્યું હતું કે હુમલો કરનારાઓએ તિવારી સાથે આવતા પહેલા 10 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. તે પછી તેઓ ઓફિસ પહોંચ્યા અને કમલેશ તિવારી સાથે લગભગ અડધો કલાક વાત કરી. હુમલાખોરોએ સેવકને સિગારેટ લાવવા બહાર મોકલીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

મીઠાઇના ખાનામાં છરીઓ લાવવામાં આવી

હુમલાખોરો મીઠાઈના ડબ્બામાં છરીઓ અને કટ્ટા લઇને ખુરશીદ બાગ વિસ્તારમાં આવેલી તિવારી ની ઓફફિસમાં ઘૂસી ગયા હતા. સીસીટીવી કેમેરા મુજબ હુમલાખોરોએ કમલેશ તિવારીની છાતી પર છરી વડે 15 થી વધુ ઘા કર્યા હતા. અને ગુનો કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી છટકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.