Not Set/ રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ

નવી દિલ્હી, ભારત અને રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ અમેરિકા દ્વારા સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું, પરંતુ શુક્રવારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ સૌદા પર મહોર મારવામાં આવી છે. ભારત અને રશિયા વચ્ચે ૫ બિલિયન ડોલર (અંદાજે ૩૬ હજાર કરોડ રૂપિયા)ની S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલને લઈ આજથી લગભગ ૩ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫થી […]

Top Stories India Trending
pm modi reliance રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ

નવી દિલ્હી,

ભારત અને રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ અમેરિકા દ્વારા સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું, પરંતુ શુક્રવારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ સૌદા પર મહોર મારવામાં આવી છે.

DouOGX5XkAE3hXw 1 રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ
national-Rafael india-inks-s-400-russia-reliance-defence-signed-offset-contract-in-2015

ભારત અને રશિયા વચ્ચે ૫ બિલિયન ડોલર (અંદાજે ૩૬ હજાર કરોડ રૂપિયા)ની S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલને લઈ આજથી લગભગ ૩ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫થી વાતચીત શરુ કરવામાં આવી રહી હતી.

S-400 ડિફેન્સ સિસ્ટમમાં રિલાયન્સ ડિફેન્સનું નામ આવ્યું સામે

જો કે બીજી બાજુ ફ્રાન્સના રાફેલ ડીલને લઈ પલેહેથી જ શંકામાં ઘેરાયેલી રિલાયન્સ ડિફેન્સનું નામ હવે વધુ એક ડીલમાં પણ સામે આવ્યું છે. S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલમાં પણ હવે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ શામેલ હોવાનું સામે આવી રહ્યું છે.

hqdefault 1 રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ
national-Rafael india-inks-s-400-russia-reliance-defence-signed-offset-contract-in-2015

૨૦૧૫માં પીએમ મોદીની યાત્રા દરમિયાન થઇ હતી ડીલ

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે રશિયાની યાત્રા પર આવ્યા ત્યારે રિલાયન્સ ડિફેન્સ અને રુશી કંપની અલ્ઝામ-એન્ટી સાથે S-400 સિસ્ટમની ૬ અબજ ડોલરની સંભવિત વિનિર્માણ અને દેખરેખ માટેના સૌદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને સંયુક્ત રીતે કામ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

s400 missile system 1 1 રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ
national-Rafael india-inks-s-400-russia-reliance-defence-signed-offset-contract-in-2015

રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરાયો હતો આ દાવો

૨૪ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પોતાની એક પ્રેસ રિલીઝ કરીને આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યી હતો. આ પ્રેસ વાર્તામાં જણાવવામાં આવ્યું હતું કે, DAC દ્વારાર S- 400 વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમના અધિગ્રહણને મંજૂરી આપીને ૬ અબજ ડોલરનો વેપાર કરવાનો મૌકો આપ્યો છે.

anil reu L રાફેલ બાદ રશિયાની S-૪૦૦ સિસ્ટમમાં પણ રિલાયન્સનું નામ આવ્યું સામે, મોદી સરકાર પર લાગી શકે વધુ એક દાગ
national-Rafael india-inks-s-400-russia-reliance-defence-signed-offset-contract-in-2015

અનિલ અંબાણીએ આ ડીલને ગણાવી હતી મિલનો પથ્થર

મળતી માહિતી મુજબ, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમારી પ્રસ્તાવિત ભાગીદારી બંને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધો માટે મિલનો પથ્થર સાબિત થશે.

બીજી બાજુ અલ્ઝામ-એન્ટીના ઉપાધ્યક્ષ દ્વારા કેહવામાં આવ્યું હતું કે, “રિલાયન્સ ડિફેન્સ સાથે કામ કરવાથી ભવિષ્યમાં ભારતની સુરક્ષાબળોની જરૂરિયાત પૂરી કરવા માટે બંને કંપનીને નવી દિશા મળશે.

સતત બીજી ડીલમાં રિલાયન્સનું નામ સામે આવ્યા બાદ મોદી સરકારની વધી શકે છે મુસીબત

મહત્વનું છે કે, ફ્રાંસ અને ભારત વચ્ચેની ફાઈટર પ્લેન રાફેલની ડીલમાં મોદી સરકારનું નામ સામે આવ્યા બાદ મોદી સરકારને વિપક્ષ દ્વારા સતત ઘેરવામાં આવી રહી છે, ત્યારે હવે આ S-400 ડીલમાં પણ રિલાયન્સ ડિફેન્સનું નામ સામે આવ્યા બાદ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા વધુ એક મુદ્દે સરકાર પર હુમલો બોલવાના આવી શકે છે.