Not Set/ ડાંગર-મકાઈ અને બાજરીની ટેકાનાં ભાવે કરાશે ખરીદી : રાજ્ય સરકારની જાહેરાત

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરશે. તારીખ 16 ઓક્ટોબરથી લઈને 31 ડિસેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ડાંગર માટે રૂ. 1750 પ્રતિ કવીન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે પ્રતિ કવીન્ટલ રૂ. 1770 ટેકાનો ભાવ રાખવામાં આવ્યો છે. મકાઈ માટે પ્રતિ કવીન્ટલ રૂ. 1700 અને બાજરી […]

Top Stories Gujarat
649189 vijay rupani pti ડાંગર-મકાઈ અને બાજરીની ટેકાનાં ભાવે કરાશે ખરીદી : રાજ્ય સરકારની જાહેરાત

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરશે. તારીખ 16 ઓક્ટોબરથી લઈને 31 ડિસેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ડાંગર માટે રૂ. 1750 પ્રતિ કવીન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે પ્રતિ કવીન્ટલ રૂ. 1770 ટેકાનો ભાવ રાખવામાં આવ્યો છે. મકાઈ માટે પ્રતિ કવીન્ટલ રૂ. 1700 અને બાજરી માટે પ્રતિ કવીન્ટલ રૂ. 1950 ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ખેડૂતોએ આ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

54588908 collection set of cereal grains wheat barley oat corn millet rice buckwheat closeup e1538811327311 ડાંગર-મકાઈ અને બાજરીની ટેકાનાં ભાવે કરાશે ખરીદી : રાજ્ય સરકારની જાહેરાત

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ ડાંગર માટે રૂ. 1750 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ. 1770 પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રૂ. 1700 પ્રતિ ક્વિન્ટલ તેમજ બાજરી માટે રૂ. 1950 પ્રતિ ક્વિન્ટલ ભાવ નિયત કરાયો છે.

લઘુતમ ટેકાનાં ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવનાર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી http://pds.gujarat.gov.in ઉપર કરાવવા માટે નિગમની જિલ્લા કચેરીઓ અને નિગમનાં સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.