Not Set/ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, કરાઈ એન્જોપ્લાસ્ટી

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અનેકગણું ફેલાઈ ગયુ છે ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં તેઓ ને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Gujarat
રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અનેકગણું ફેલાઈ ગયુ છે ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં તેઓ ને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વિધાનસભા અધ્યક્ષ અને વડોદરા રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ગતરોજ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ પણ લીધો હતો. દરમિયાન રાત્રે તેમણે હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :13 વર્ષના બાળકને કોઈ લક્ષણ ન હોવા છતાં ભરખી ગયો કોરોના, 5 કલાકમાં થયું મોત

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાત્રે એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દેશભરમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં 10થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન 10થી વધુ ઘારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ 6 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. ઉપરાંત ઘારાસભ્ય વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ સચિવ નો કોવિડ-19નો  કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટીન થયા છે.

આ પણ વાંચો :કોરોના કેસ વધતા સીએમ રૂપાણી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

એક તરફ રાજ્યમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ હવે રસીકરણ અભિયાને પણ વેગ પકડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 75 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. સોમવારે એક જ દિવસમાં રાજ્યમાં 3 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. કુલ 75 લાખથી વધુ લોકોમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખથી વધારે છે. જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. જેમાં 4 મહાનગરમાં જ 20 ટકા જેટલું રસીકરણ થયું છે. અમદાવાદમાં 5.94 લાખ લોકોએ રસી લીધી છે. જ્યારે સુરતમાં 4.64 લાખ લોકોએ રસી લીધી. તો વડોદરામાં 2.22 લાખ લોકોએ રસી લીધી. રાજકોટમાં 1.87 લાખ લોકોએ રસી લીધી છે.

આ પણ વાંચો :અમદાવાદના 11 અગ્નિ રક્ષક જવાનો આવ્યા કોરોનાંની ઝપટમાં