Scam/ દહેગામમાં કોરોના સહાય માટે બોગસ પ્રમાણપત્રોથી 30 વારસદારોએ આચર્યું મસમોટું કૌભાંડ

કોરોના સહાય બોગસ પ્રમાણપત્ર કૌભાંડ ઉજાગર થતા નાયબ મામલતદારે સત્વરે પોલીસ ફરિયાદ કરી હતી,જેમાં 30 વારસદારો પૈકી 13 લોકોની ધરપકડ ગણતરીના કલાકમાં જ થઇ ગઇ છે

Top Stories Gujarat
7 દહેગામમાં કોરોના સહાય માટે બોગસ પ્રમાણપત્રોથી 30 વારસદારોએ આચર્યું મસમોટું કૌભાંડ
  • દહેગામઃ કોરોના સહાય બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ
  • 30 વારસદારોએ ખોટી સહાય લીધાનો ઘટસ્ફોટ
  • 30 પૈકી 13 આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપ્યા
  • ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય લીધાનો ઘટસ્ફોટ
  • નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે કરી ફરિયાદ
  • દહેગામ પો. એક્શન મોડમાં ગણતરીના કલાકમાં 13ને ઝડપ્યા
  • મુખ્ય આરોપી તલોદનો હોવાનું પ્રાથમિક તારણ
  • અન્ય તાલુકા કે જીલ્લામાં પણ કૌભાંડ બહાર આવી શકે

દહેગામમાં કોરોનાની સહાયના બોગસ પ્રમાણપત્ર હેઠળ મસમોટું  કોભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં 30 વારસદારોએ ખોટી સહાય લીધી હોવાનું સામે આવ્યું છે.કોરોના સહાય બોગસ પ્રમાણપત્ર કૌભાંડ ઉજાગર થતા નાયબ મામલતદારે સત્વરે પોલીસ ફરિયાદ કરી હતી,જેમાં 30 વારસદારો પૈકી 13 લોકોની ધરપકડ ગણતરીના કલાકમાં જ થઇ ગઇ છે.પોલીસ બાકિના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. મુખ્ય આરોપી તલોદનો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આવા અનેક જિલ્લા અને તાલુકામાં કૌભાંડ થયા હોવાનું બહાર આવી શકે છે