Not Set/ “દો બુંદ જીંદગી કી” કે “દો બુંદ મોત કી” સુરતમાંં ફરી રસીકરણે લીધો બાળકોનો જીવ ?

કામરેજના બે બાળકોનું રસી મુકાયા બાદ મોત સુરત સિવિલ હોસ્પિટલ PM માટે લાવાયા પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ  પોલીયોની રસીએ ફરી બાળકોનો ભોગ લીધાની આશંકા રસી કરણથી અનેક વાર મોતની ફરિયાદ ઉઠી છે કામરેજના બે બાળકોને રસી મુકાયા બાદ થયેલા મોતના મામલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ કરાયા છે. બાળકોને પોસ્ટ […]

Top Stories Gujarat Surat
srt "દો બુંદ જીંદગી કી" કે "દો બુંદ મોત કી" સુરતમાંં ફરી રસીકરણે લીધો બાળકોનો જીવ ?
  • કામરેજના બે બાળકોનું રસી મુકાયા બાદ મોત
  • સુરત સિવિલ હોસ્પિટલ PM માટે લાવાયા
  • પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ 
  • પોલીયોની રસીએ ફરી બાળકોનો ભોગ લીધાની આશંકા
  • રસી કરણથી અનેક વાર મોતની ફરિયાદ ઉઠી છે

કામરેજના બે બાળકોને રસી મુકાયા બાદ થયેલા મોતના મામલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ કરાયા છે. બાળકોને પોસ્ટ મોર્ટમ ખાતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આ મામલે જવાબદારો સામે સખત કાર્યવાહીની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.

વાત જાણે એમ છે કે, સુરતના કામરેજ વિસ્તારમાં પોલિયોની રસીથી બે બાળકોનાં મોત થયા હોવાની આશંકા છે. કામરેજમાં આવેલી આંગણવાડીમાં બે જોડિયા બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. ત્યારે બાદ તેને તાવ આવ્યો હતો. અને બાદમાં બનેંનાં મોત નિપજ્યા હતા. આ મામલે જોડિયા બાળકોનાં માતા પિતાએ ફોરેન્સિક તપાસની માગ કરી છે.

જોડિયા બાળકોનાં માતા પિતાએ આક્ષેપ કર્યો કે, ડોક્ટરની બેદરકારીને કારણે તેમના લાડકવાયાના મોત થયા છે. તેઓએ કહ્યું કે, અમે બપોરે 12 વાગ્યાની આસપાસ બાળકોને લઈ રસી આપવા ગયા હતા. ડોક્ટરે કહ્યું કે, તાવ આવે તો ગભરાતાં નહીં. પણ થયું જ એવું, બાળકોને તાવ આવી ગયો. તેઓ રાત્રે સૂઈ ગયા. પણ સવારે ઉઠ્યા જ નહીં.

રસી આપ્યા બાદ બંને બાળકોનાં મોત થતાં માતા પિતાએ આ મામલે ફોરેન્સિક તપાસની માગ કરી છે. તો જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સાથે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે. તો આ મામલે કામરેજના ધારાસભ્યએ પણ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. તો આ મામલે ડોક્ટરે કહ્યું કે, આ મામલે હાલ કાંઈ પણ કહેવું વહેલું ગણાશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.

આપને જણાવી દઇએ આ વર્ષ ઓરી અને અન્ય રસીને કારણે દેશભરમાંથી અનેક બાળકોનાં માત થયાની ગંભીર ફરિયાદ વારંવાર ઉઠી રહી છે. અને છતા સરકાર દ્વારા આ મામલે કોઇ ખાસ પ્રકારની કાળજી કે તપાસ સુધા કરવામાં આવી નથી, ત્યારે આ મામલે સરકારે ગંભીર થવાની અને કોઇ ચોક્કસ પગલા લેવાની તાતી જરૂર છે. આખરે આ “દો બુંદ જીંદગી કી” કે “દો બંદ મોત કી”

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.