રસીકરણ/ રાજ્યમાં વધુ બે દિવસ વેક્સિનેશન સ્થગિત….

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
cm 9 રાજ્યમાં વધુ બે દિવસ વેક્સિનેશન સ્થગિત....

અનિવાર્યતા વિના ઘરની બહાર નહીં નીકળવા નાગરિકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અનુરોધ

તૌક્તે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ત્રણ દિવસ થી તારીખ ૧૪, ૧૫ અને ૧૬ દરમિયાન ૪૫થી વધુ વાયના લોકો માટેનુ રશીકરણ સ્થગિત રાખવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ   અનુસાર હવે બે કોરોના રસીના ડોઝ વચ્ચેનો સમય ગાળો હવે વધારીને ૧૨ થી ૧૬ અઠવાડિયા કરવામાં આવ્યો છે. જેને પગેલ ગત ત્રણ દિવસ કોરોના રસીકરણ  બંધ રાખવામાં આવ્યું હતું.