એલર્ટ/ તૈાકતે વાવાઝોડાના લીધે ભરૂચના 30 ગામો એલર્ટ,અગરિયાઓનું સ્થળાંતર શરૂ

અગરિયાઓનું સ્થળાંતર શરૂ

Gujarat
પપપપપપપ તૈાકતે વાવાઝોડાના લીધે ભરૂચના 30 ગામો એલર્ટ,અગરિયાઓનું સ્થળાંતર શરૂ

તૌકતે વાવાઝોડા સામે અગમચેતી પગલાં તંત્ર લઇ રહ્યું છે ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠાના 30 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જો જરૂર પડે તો ત્યાંના રહીશોનું સ્થળાંતર કરવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે. 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા વચ્ચે ભરૂચ જિલ્લામાં 65થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા અંદાજે 125 અગરિયાઓનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. દહેજ દરિયાઇ વિસ્તારમાં મરીન પોલીસનું સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દહેજ જેટી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાંઠા વિસ્તારના ગામોમાં આવેલા કાચા મકાનોમાંથી જરૂર પડે તો સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જ્યારે વિવિધ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓ, કોમ્યુનિટી હોલ અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરાયેલા લોકોને રાખવામાં આવશે.આ ઉપરાંત અગરિયાઓનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે.